મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઇ તેની પર ગળણી મુકો અને હવે તેની પર કોઈ પણ પાતળું, સુતરાઉ કાપડ મૂકી તેમાં દહીં ઉમેરી કાપડ ને બરાબર વીંટાળીને દહીં નું extra પાણી નીતારી લો.અને આ બાઉલ ને આ જ રીતે કાપડ માં જ રાખો અને ફ્રિજ માં 8 થી 10 કલાક માટે મૂકી દો.
- 2
10 કલાક પછી દહી ને બાઉલ માં લઇ અને દહીં ને 2 થી 3 મિનિટ સુધી બરાબર ફેટી લો.
- 3
હવે તેમાં કેરી નો પલ્પ ઉમેરી ફેટી લો.(કેરી નો પલ્પ કાડો ત્યારે તેમાં પાણી ઉમેરવું નહીં) ત્યારબાદ દળેલી ખાંડ ઉમેરી ફેટી લો.પછી તેમાં ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરો.
- 4
બરાબર ફેટી લીધા બાદ તેમાં તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી મિકસ કરો.છેલ્લે તેમાં 8 થી 10 કેસર ના તાંતણા ઉમેરી મિક્સ કરો.(કેસર ના હોય તો પણ ચાલે પણ હોય તો ખાસ ઉમેરવું જેનાથી એનો ટેસ્ટ વધારે સારો આવે).
- 5
કેસર ઉમેર્યા બાદ તેને મિક્સ કરી હવે આ શ્રીખંડ ને 4 થી 5 કલાક ફ્રિજ માં સેટ થવા માટે મૂકી દો.
- 6
4 થી 5 કલાક પછી શ્રીખંડ સર્વિંગ માટે રેડી છે.થોડા ડ્રાય ફ્રૂટ્સ અને કેસર થી તેને ગાર્નિશ કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ