મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#goldenapron3 week20

શેર કરો

ઘટકો

15 મિનિટ
6 વ્યક્તિ
  1. 250 ગ્રામપલાળેલા મગ
  2. જરૂર મુજબ પાણી
  3. 2 મોટી ચમચીતેલ
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1/2 ચમચીહળદર પાવડર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1.5 ચમચીલાલ મરચું પાવડર
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 8-10મીઠાં લીમડાનાં પાન
  11. ચપટીહીંગ
  12. 2સૂકા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો, તેમાં સૂકા લાલ મરચાં, જીરું, હીંગ, મીઠાં લીમડાનાં પાન ઉમેરો. વઘાર તતડે પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરો અને હળદર પાવડર ઉમેરો. તેને સરખી રીતે મિક્સ કરો.

  2. 2

    તેમાં થોડું લાલ મરચું ઉમેરો. તેમાં 1 કપ પાણી ઉમેરો. છૂટા મગ બનાવો ત્યારે પાણી વધુ ઉમેરવું નહીં. ત્યારબાદ તેમાં પલાળેલા મગ ઉમેરો. તેમાં લાલ મરચું પાવડર ઉમેરો.

  3. 3

    સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. લીંબુનો રસ ઉમેરો. તેને સરખી રીતે મિક્સ કરો. તેને ખુલ્લા ઢાંકણે 3 મિનિટ કુક કરો. ત્યારબાદ 2 વિસલ થાય ત્યાં સુધી ઢાંકણ બંધ કરી પ્રેશર કુક કરો.

  4. 4

    ત્યારબાદ ગેસ બંધ કરી, કૂકરનું પ્રેશર ઓછું થાય પછી ઢાંકણ ખોલવું. મસાલેદાર છૂટા મગ તૈયાર છે. તેને ભાખરી/રોટલી, કઢી-ભાત સાથે સર્વ કરો.
    તો તૈયાર છે એકદમ ટેસ્ટી મસાલેદાર છૂટા મગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes