પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લ્યો. ધાણા ફુદીનો, અને સૂકા ધાણા, વાળિયારી, આદુ, મરચા ને મિક્સર જાર માં લય ક્રસ કરી દો. બટાકા ને છોલી ને નાના નાના સમારી લ્યો. બધા મસાલા માપ પ્રમાણે તૈયાર રાખો.
- 2
હવે એક કડાઈ માં 1 ચમચી તેલ મૂકી એમાં કસૂરી મેથી નાખી સાંતળો પછી એમાં બધાજ મસાલા નાખી સાંતળી લ્યો. પછી ફુદીના વાળી પેસ્ટ ઉમેરી સરસ સાંતળી એમાં બટાકા ઉમેરી દો.વટાણા બાફી ને ઉમેરી દો હવે બધું બરાબર મિક્સ કરી 2 મિનિટ થવા દો પછી ઠંડુ પાડવા દો.
- 3
હવે એક બાઉલ માં મેંદો લય એમાં તેલ, અજમો અને મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો. ઠંડુ પાણી ધીમે ધીમે જોઈતા પ્રમાણ માં લય કઠણ ભાખરી જેવો લોટ બાંધી દો. હવે એને ઢાંકી ને દસ મિનિટ રેહવા દો.
- 4
હવે આ લોટ ના 7 લુવા એકસરખા કરી દો. એને લાંબગીળ વાણી લ્યો પછી વચ્ચે થી કાપી લ્યો. એટલે એક માંથી બે સમોસા બને.
- 5
આમજ બધી રોટલી વાણી સમોસા ની પટ્ટી બનાવી દો. હવે એક પટ્ટી લ્યો એની નીચેની બાજુ કિનાર પર પાણી લગાવી ત્રિકોણ વાળી કિનાર ચોંટાડી દો એમાં પૂરણ ભરી દો હવે ઉપર ની બાજુ વચ્ચે આંગળી વડે પ્રેસ કરી બન્ને બાજુ ચોંટાડી દો. બરાબર દબાવી દો. સમોસા ને હળવે થી દબાવી થોડું ચપટ કરી દો.
- 6
હવે બધા સમોસા ભરી દો. પેન માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ એકદમ ધીમો કરી સમોસા મૂકી દો. આ સમોસા એકદમ ધીમા થી માધ્યમ ગેસ પર જ તળાવના છે તો જ સરસ કડક પડ થશે. ગુલાબી થાય બન્ને બાજુ એટલે તેલ માંથી કાઢી લ્યો. બધા આમજ તળી લ્યો. 5 મિનિટ પછી સર્વ કરો.
- 7
ઍક ખાસ કે આ સમોસા નૉ મસાલો સાંતળવો ખુબ જરૂરી છે તો જ બહાર રેસ્ટોરેન્ટ જેવા સમોસા ની ફ્લેવર આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
-
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#MS ટી ટાઈમ સનૅકસ.....,, ઉત્તરાયણ મા નાસ્તા માટે બનતી વાનગી. Rinku Patel -
-
-
-
પંજાબી સમોસા (punjabi samosa recipe in Gujarati)
સમોસા મધ્ય અને પૂર્વીય એશિયા ની પ્રખ્યાત વાનગી હતી.. જે ભારત મા 13 મિ સદી મા આવ્યા. અને આપણે સમોસા ને અપનાવી લીધા.સમોસા ઘણા પ્રકાર ના બને છે.. આજે મે ટ્રેડિશનલ પંજાબી સ્ટાઇલ ના સમોસા બનાવ્યા છે...ચોમાસામાં ચટપટું ગરમાગરમ કંઈક આરોગવા મળી જાય તો મજા આવી જાય...#સુપરશેફ3 Dhara Panchamia -
પંજાબી આલુ સમોસા (Punjabi Aalu Samosa Recipe in Gujarati)
#GA4#week21#post2#samosa#Farshanshop_style સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો તેને મસળીને ચટણી સાથે કે સૉસ સાથે અથવા તેનું ચાટ બનાવીને માણે છે. આમ આ સમોસા તમે ગમે તે રીતે આરોગો, પણ અહીં તમે મારી રેસીપી થી ચોક્ક્સ બનાવવાનો ટ્રાય કરજો. ઘણા લોકો બજારમાં તૈયાર મળતી પટ્ટી સાથે ઝટપટ બનાવવાની રીત અપનાવે છે, પરંતું અહીં આ વાનગીમાં અજમાના સ્વાદવાળી કણિક તૈયાર કરી તેમાં સ્વાદિષ્ટ બટાટાનું પૂરણ ની સાથે પંજાબી ટેસ્ટ માટે કાજુ, કીસમીસ ને ફુદીના નાં પાન ભરીને તેને મજેદાર બનાવવામાં આવ્યા છે.આ સમોસા ફરસાણ ની દુકાન જેવા ખસ્તા અને ટેસ્ટી બન્યા હતા. મારા અને મારા બાળકો ના તો ઓલટાઈમ ફેવરીટ છે. Daxa Parmar -
-
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4 #week18પંજાબી સમોસા એકદમ બહાર જેવા ક્રિષપી અને ટેસ્ટી... Dhvani Sangani -
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
-
ચટપટા પંજાબી સમોસા (Chatpata Punjabi Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
-
-
-
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ (10)