પોટેટો સ્પાઈરલ (potato spiral recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અજમાં, ચાટ મસાલો અને મેંદા ના ચોથા ભાગનું તેલ નાખી લોટ બાંધી લો. મોણ વધારે નાખવાથી ક્રિસ્પી બને છે અને ત્યારપછી ઠંડુ પાણી નાખી મીડિયમ લોટ બાંધી લો.
- 2
ત્યારપછી ૧૦-૧૫ મિનિટ લોટ ને ફ્રિજ માં મૂકી દો. ત્યાં સુધી માં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ.
- 3
બટાકા ને બાફી ને તેને ખમણી નાખો. તેમાં જીણી સમારેલી ડુંગળી, લીલા મરચાની કટકી, હળદર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, મીઠું,લીંબુ અને ચોખા નો લોટ નાખી મિક્ષ કરી દો.
- 4
ત્યારપછી તેને નીચે મુજબ સિલેન્ડર શેપ માં રોલ વાળી લો. પછી તે રોલ ને થોડીવાર માટે ફ્રીજ માં રાખવા.
- 5
હવે ફ્રીજ માંથી લોટ ને કાઢી થોડીવાર મસળી લેવાનો. પછી તેમાંથી લુવો લઈ રોટલી વણો. નીચે મુજબ ચપ્પુ વડે તેને સ્ટ્રીપ માં કાપી લેવી. ત્યારપછી એક બાઉલ માં થોડો મેંદો લઈ તેમાં પાણી નાખી બેટર બનાવો.
- 6
ત્યારપછી તૈયાર કરેલ સ્ટ્રીપ પર મેંદા નું બેટર લગાવી દેવું. હવે આપણે તૈયાર કરેલ આલુ નો રોલ લઈ તેની ફરતે મેંદા ની બનાવેલ સ્ટ્રીપ વીટી દેવી.
- 7
હવે તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા પોટેટો સ્પાઇરલ ને તળી લેવા. ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમને કાઢી થોડીવાર ટીસુ પેપર પર રાખી દેવા તેથી વધારાનું તેલ નીકળી જશે. આમ, પોટેટો સ્પાઈરલ તૈયાર છે અને તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (11)