થાબડી પેંડા (Thabdi penda recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લિટરદુધ
  2. ૧ ચમચીફટકડી
  3. ૬-૭ કાજુ
  4. ૫-૬ બદામ
  5. ૫-૬ ઇલાયચી
  6. બાઉલ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    હવે દૂધમા ખાંડ ઉમેરી તેને ખૂબ ઉકાળો

  3. 3

    ઉકાળો આવી જાય પછી તેમાં ૧ ચમચી ફટકડી ઉમેરો જેથી દૂધ ફાટી જશે કેમ કે થાબડી પેંડા બનાવવા માટે ફાટેલા દૂધ ની જરૂર પડે છે. ફરીથી તેને ફૂલ આંચ પર રહેવા દો અને સતત હલાવો. જ્યાં સુધી દૂધ નુ પાણી બળી ના જાય ત્યાં સુધી સતત હલાવતા રહો

  4. 4

    ત્યાર બાદ ખાંડ ની સ્લરી બનાવો. તેના માટે ૨-૩ ચમચી ખાંડ એક પેન માં લો. અને તેને સતત હલાવતા રહો. થોડી વાર પછી ખાંડ ની ગોલ્ડન બ્રાઉન કલર ની સ્લરી તૈયાર થશે

  5. 5

    હવે તેને દૂધમાં ઉમેરો અને ખૂબ હલાવતા રહો

  6. 6

    અહી મિશ્રણ ને હલાવવા ની પ્રક્રિયા જ મહત્વની છે જો હળવવા મા કોઈ પણ ભૂલ કે ધીમી પ્રક્રિયા થશે તો થાબડી પેંડા જરા પણ સારા ની બને. બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી હલાવો ને છેલ્લે ૧ ચમચી ઘી ઉમેરો.

  7. 7

    ત્યાર બાદ ઠંડુ પડે પછી હાથ માં ઘી લગાવી પેંડા બનાવો

  8. 8

    કાજુ બદામ પિસ્તા વડે ગાર્નિશ કરો. તૈયાર છે આપણા મીઠા થાબડી પેંડા બધા ને ખુબ ભાવે છે અને બસ થોડી જ મેહનત માં આપણે ઘરે જ બજાર જેવા થાબડી પેંડા બનાવી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

Similar Recipes