રોલ ડિલાઈટ (Roll Delight recipe in gujarati)
#જૂન સ્ટાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ક્રીમ વાળા બિસ્કિટ લઈ તેમાંથી વચ્ચે નું ક્રિમ કાઢી લેવું. બિસ્કિટ અને ક્રીમ ને અલગ કરી લેવા. હવે અલગ કરેલ ક્રીમ માં કોપરા નું ખમણ,કાજુ,બદામ અને પિસ્તા ના ટુકડા નાખી બધું મિક્ષ કરી દો. પછી તે ક્રીમ નો રોલ વાળી દો.
- 2
હવે બિસ્કિટ ને મિક્સર માં ગ્રાઈન્ડ કરી લેવા. પછી બિસ્કિટ ના પાઉડર માં થોડુ થોડુ દૂધ ઉમેરી લોટ બાંધો. ત્યારપછી લોટ ની ઉપર અને નીચે પ્લાસ્ટિક રાખી તેમાં ઘી લગાવી રોટલી ની જેમ વણી લઈ તેમાં અગાઉ તૈયાર કરેલ ક્રીમ નો રોલ મૂકી નીચે મુજબ રોલ વાળતા જાઓ.
- 3
રોલ તૈયાર થઈ જાય એટલે તેને ફ્રિજ માં ૨ કલાક માટે સેટ થવા મૂકી દો. પછી તેમના ચપ્પુ વડે કટકા કરી દો. આમ બિસ્કિટ માંથી બનતી રોલ ડિલાઈટ મીઠાઈ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12774053











ટિપ્પણીઓ (11)