આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

#Aloo Puri
#આલુ
સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩-બટાકા
  2. ૧- કપ બાફેલા સફેદ વટાણા નો રગડો
  3. ૧- નાનો કપ ચોપ કેબજ
  4. ૧- નાનો કપ ચોપ ડું ગળી
  5. ૧- ક્યુબ ચીઝ
  6. ૧- નાનો કપ મિકસ ચટપટું ચવાણું
  7. કોથમીર ચટણી
  8. મીઠી ચટણી
  9. બટાકા ની ચિપ્સ
  10. ૨- ચમચી આદુ, મરચા ની પેસ્ટ
  11. ૧/૨- ચમચી હળદરપાઉડર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૩- નંગ બટેકા ની છાલ ઉતરી તેને ધોઈ ન્ય તેની છરી વડે ચિપ્સ બનાવી લો. પછી આ ચિપ્સ ને બાફીને લો. પાણી ગરમ કરવા મૂકો, તેમા મીઠું નાખી પાણી ઉક્ડે એટલે તેમા ચિપ્સ નાખો, થોડી બાફી લો. પછી તેને ચાયની માં કાઢી લો. પછી તેને એક્ પ્લેટ માં પાથરી ૫-૭ મીનીટ માટે ફ્રીઝ માં મૂકો. પછી તેને એક્ ગ્રિલર પેન્ માં થોડી શેલો ફા ય કરો. પછી તેને પ્લેટ માં ગોઠવો.

  2. 2

    રગડો:સફેદ વટાણા ને ૬-૭ કલાક માટે પલાડી તેને કૂકર માં બાફી લો. એક પેન્ ને ગેસ પર મૂકી આ બાફેલો રગડો ઉમેરો, પછી તેમા, મીઠું, હળદરપાઉડર, અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ૨- ચમચી પાણી ઉમેરીમિકસ કરો, પછી તેને ૫-૭ મીનીટ માટે થવા દો. રગડો રેડી.

  3. 3

    એક પ્લેટ માં બટાકા ની ચિપ્સ મૂકી તેની પર્ ૨- ચમચી રગડો પાથરો. તેની પર્ થોડી કોબીજ મૂકો, થોડી ડુંગડી મૂકો, તેની પર્ કોથમીર ની ચટણી પાથરો, તેની પર્ મીઠી ચટણી પથરો, તેની પર ચટ પટું ચવાણુ મૂકો, તેની પર્ ચીઝ છીણેા. આલુ પૂરી રેડી છે. સુરત નું આ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે. ત્યા મેદા ની પૂરી બનાવી પીરસ્વા માં આવે છે. આ ને બટાકા ની ચિપ્સ ના મિનિ પિઝા પણ કહી સકાય.

  4. 4

    આને તરત જ પીરસવા માં આવે છે. આનો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajeshree Shah (Homechef), Gujarat
પર
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

Similar Recipes