રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા મુકવાનો કુકર અથવા તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દો હવે એક બાઉલમાં ચણાનો લોટ મીઠું ખાંડ લીંબુના ફૂલ તેલ મિક્સ કરો હવે ઢોકળીયામાં પાણી ઉકળવા લાગે એટલે ડબ્બો કે તપેલીમાં તેલ લગાવી ગરમ કરવા મૂકી દો... અહિયા ઢોકળાની ડિશ યુઝ ન કરતા ઉંડી તપેલી કે ડબ્બા નો ઉપયોગ કરવો...
- 2
હવે તેમાં ધીરે ધીરે પાણી મિક્સ કરી અને હલાવીને બધું સરખું મિક્ષ કરો ગઠ્ઠા ન પડી જાય તેનું ધ્યાન રાખવું ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી લીંબુના ફૂલ અને ખાંડ ઓગળી ન જાય હવે તેમાં 1/2ચમચી ખાવાનો સોડા અને 1/2ચમચી ફ્લેવર વગરનો ઈનો નાખી બધું એક તરફ હલાવો...
- 3
હવે આ ખીરાને ડબ્બામા નાખી ઢોકળા નુ કુકર બંધ કરી ૨૦ મિનિટ સુધી થવા દો ખમણ થાય ત્યાં સુધી વઘાર ની તૈયારી કરી લઈએ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો હવે તેમાં રાઈ નાંખી રાઈ તતડે એટલે તેમાં હિંગ લીમડો અને લીલા મરચા નાખી મિક્સ કરો હવે તેમાં પાણી એડ કરો હવે તેમાં ચારથી પાંચ ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો...
- 4
પાણી અને ખાંડ ઓગળે ત્યાં સુધી બરાબર ઉકાળો હવે કૂકર માંથી ખમણ નો ડબ્બો બહાર કાઢી તેને ઠંડો પડે એટલે તેને અન મોલ્ડ કરો સાચવીને ધીરે ધીરે ખમણ ને કાપી ને તૈયાર કરેલો પાણીનો વઘાર એક એક ખમણ પર આવે તે રીતે રેડો...
- 5
રેડી છે નાયલોન ખમણ...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (3)