ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#સ્નેક્સ
#પોસ્ટ 2
#માઇઇબુક
#પોસ્ટ 2

ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેક્સ
#પોસ્ટ 2
#માઇઇબુક
#પોસ્ટ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બ્રેડ સ્લાઇસ
  2. 2ચીઝ સ્લાઇસ
  3. લીલી ચટણી
  4. લાલ લસણની ચટણી
  5. બટાકાના માવા માટે:
  6. 2 મોટી ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઈ
  8. 1/4 ચમચીહિંગ
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીઆદુ લીલા મરચાની પેસ્ટ
  11. 500 ગ્રામબાફેલા બટાકા
  12. 2 ચમચીકોથમીર સમારેલી
  13. 1 ચમચીઆમચૂર પાઉડર
  14. 1 ચમચીચાટ મસાલો
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. બેટર માટે:
  17. 2 કપબેસન
  18. 2 મોટી ચમચીચોખાનો લોટ
  19. 1/4 ચમચીહળદર
  20. 1/4 ચમચીહિંગ
  21. ચપટીસોડા
  22. પાણી જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ની એક સ્લાઇસ પર લીલી ચટણી અને એક સ્લાઇસ પર લસણની લાલ ચટણી સ્પ્રેડ કરો બંને બ્રેડ સ્લાઈસ ની વચ્ચે એક ચીઝની સ્લાઈસ મુકો. આ બ્રેડ સ્લાઈસ માંથી એક સરખા 4 પીસ કરો. આવી જ રીતે બીજી બે બ્રેડની સ્લાઈસ લઈને તેમાંથી પણ 4 પીસ કરવા.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, હિંગ, હળદર, આદુ મરચાની પેસ્ટ, બટાકા, મીઠું, આમચૂર પાઉડર, ચાટ મસાલો આ બધું નાખીને મિક્સ કરો.

  3. 3

    બેસન, ચોખાનો લોટ, હળદર, હિંગ, સોડા અને પાણી આ તમામ સામગ્રીને મિક્સ કરીને જાડુ બેટર તૈયાર કરો.

  4. 4

    તેલવાળો હાથ કરીને બટાકાનું મિશ્રણ હથેળી પર લો અને તેને મોટુ ગોળ પૂરી જેવું ચપટુ બનાવો. તેમાં વચ્ચે બ્રેડ સેન્ડવિચનો ટુકડો મુકો અને બટાકાના મિશ્રણથી તેને કવર કરીને ગોળ ગોળા બનાવી લો.

  5. 5

    એક પેનમાં તેલ ગરમ મૂકો બટાકાના ગોળાને બેસનમાં ડુબાડીને ગરમ તેલમાં તળો.

  6. 6

    તેને વચ્ચેથી કાપીને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes