સેવ ઉસળ(sev usal in Gujarati)

સેવ ઉસળ(sev usal in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકરમાં વટાણા અને બટાકા પાંચ સીટી વગાડી બાફી લો..
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો અને બધું જ એક રસ થઇ જાય એટલે તેમાં બધો મસાલો કરી લો અને મિક્સ કરી લો હવે.. બાફેલા વટાણા નાખી ને, તેમાં ચણાનો લોટ પાણીમાં ઓગાળી ને મિક્સ કરી લો.. હવે ઉકળવા દો અને લીંબુનો રસ અને સમારેલી કોથમીર નાખીને ઉતારી લો..
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખો અને સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર નાખી ને પા કપ પાણી ઉમેરો અને બરાબર ઉકળે એટલે તેમાં મીઠું.નાખી ઉતારી લો..
- 4
હવે એક બાઉલમાં સેવ ઉસળ નાખી ને તેમાં સેવ અને ડુંગળી, કોથમીર ઉમેરીને પીરસો.. સાથે પાઉં,સેવ,તરી, ડુંગળી અને લીંબુનાં ટુકડા કરી મુકો..
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (7)