#ચિલી મિલી તવા ટોસ્ટ સેન્ડવીચ(chilli milli tava toast sandwich)

#આ સેન્ડવીચ ટી ટાઈમ છોકરાઓ ને ખૂબ જ પંસદ હોય છે આનો ખાટો મીઠો અને માઇલ્ડ તીખો સ્વાદ હોય છે.
#ચિલી મિલી તવા ટોસ્ટ સેન્ડવીચ(chilli milli tava toast sandwich)
#આ સેન્ડવીચ ટી ટાઈમ છોકરાઓ ને ખૂબ જ પંસદ હોય છે આનો ખાટો મીઠો અને માઇલ્ડ તીખો સ્વાદ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઈશું. તેમાં 1/2 કપ દહીં ઉમેરવું
- 2
હવે પછી તેમાં 1ટેબલ ચમચી ઠંડુ માખણ ઉમેરવું.
- 3
હવે પછી તેમાં 2 ટેબલ ચમચી ઝીણું સમારેલું શિમલા મરચું ઉમેરવું
- 4
હવે પછી તેમાં 2 ટેબલ ચમચી ઝીણી સમારેલી કાકડી ઉમેરવી.
- 5
હવે પછી તેમાં 2 ટેબલ બોઇલ મેશ પોટેટો(બટાકુ) ઉમેરવું.
- 6
હવે પછી તેમાં 2 ટી ચમચી લીલી ચટણી ઉમેરો.
- 7
હવે પછી તેમાં 1 ટી ચમચી ટોમેટો ઓનિયન ચટણી ઉમેરો.
- 8
હવે પછી તેમાં 1ટી ચમચી ચાટ મસાલો.અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
- 9
હવે પછી બ્રેડ ની એક સ્લાઈડ લઈ ને તેને વચ્ચે થી કટ કરે લેવી.
- 10
હવે પછી કટ કરેલી એક બ્રેડ સ્લાઈડ પર બટર નાઇફ થી બટર લગાવવું.
- 11
હવે પછી તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ સ્પરેડ કરવું કટ કરેલા ચીઝ ની 2 સ્લાઈડ મુકવી અને બીજી કટ કરેલી બ્રેડ સ્લાઈડ પર બટર લગાવી કવર કરી બંધ કરી લેવુ એવી જ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી.
- 12
ચીઝ સ્લાઈડ વાળી નીચે છે.
- 13
બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી તૈયાર કરેલી સેન્ડવીચ ને ગરમ તવા પર તૈયાર કરેલી સેન્ડવીચ પર બંને સાઇડ પર બટર લગાવી શેકી લો.
- 14
તૈયાર કરેલી સેન્ડવીચ ને સોસ,ડીપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ