ખજૂર બિસ્કીટ કેક

#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ17
#ઉપવાસ
ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી.....
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨
#સ્વીટ
#માઇઇબુક
#પોસ્ટ17
#ઉપવાસ
ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળો ઠળિયા વાળો ખજૂર લો...
- 2
પછી તેના ઠળિયા અને ઉપર નું ટોચકું કાઢી નાખો.... પછી એક નોન સ્ટીક પેન લઇ તેમાં એક ચમચી ઘી લઈ ઠળિયા કાઢેલો ખજૂર ઉમેરો.... ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય અને એકસાથે મિક્સ થઈ જાય ત્યારે ત્યાં સુધી હલાવતા રહેવું.. અને ગેસ ધીમો રાખવો...... તો તૈયાર છે આપણું ખજૂર નું સ્ટફિંગ.....
- 3
ત્યારબાદ એક મેરી ગોલ્ડ બિસ્કીટ નું પેકેટ લઈ બિસ્કીટ ની ઉપર અને બિસ્કીટની નીચે તૈયાર કરેલ ખજૂર નું સ્ટફિંગ તૈયાર કરો.... આ રીતે એક પછી એક થર તૈયાર કરો.. પછી તેની ફરતે પણ ખજૂરનો થર પાથરી દો... આ રીતે બીજા બિસ્કીટ કેક તૈયાર કરી લો...., પછી દસ મિનિટ માટે તેને ફ્રિજમાં મુકી દો...,,
- 4
અને તેને ટોપરાના ભૂકામાં રગદોળી લો...રગદોળેલું બિસ્કીટ કેક તૈયાર છે.., આ રીતે બીજા રગદોળેલા બિસ્કીટ કેક તૈયાર કરી લો....
- 5
પછી સર્વિંગ પ્લેટમાં ટોપરા નો ભૂકો મૂકી દો...
- 6
પછી તૈયાર કરેલ બિસ્કીટ કેક મૂકી દો... અને તેના પર બદામ ના 1/2કટકા અને ચારોળી મૂકી સર્વ કરો....
- 7
તો તૈયાર છે આપણી હોમ મેડ બિસ્કીટ કેક.... જે ડેકોરેટિવ છે, પૌષ્ટિક છે, અને જોઈને ખાવાનું મન થઈ તેવી છે..,,
- 8
આ બિસ્કીટ કેક ને આપણે માતાજીને નૈવેદ્ય તરીકે પણ ધરાવી શકીએ છીએ... સાથે સાથે માતાજીની નવલી નવરાત્રી માં પણ આ આઈટમ કરીને રાખી હોય તો નવરાત્રી રમી ને આવ્યા પછી કંઈક રાત્રે કટક બટક કરવાની ઈચ્છા થાય ત્યારે આ રેસીપી થી તરત થાક ઉતરી જાય છે.. અને તાકાત પણ મળે છે.. કેમ કે બીજે દિવસે ફરીથી રમવા જવાનું હોય.... તો મારી રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)




















ટિપ્પણીઓ (5)