ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)

ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડધો કપ હુંફાળું પાણી લઇ તેમાં ખાંડ અને યીસ્ટ મિક્સ કરવા. આ મિશ્રણને પાંચ મિનિટ રહેવા દેવું.
- 2
હવે એક મોટા વાસણમાં મેંદો લેવો. એમાં મીઠું અને ૪ ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ મિક્સ કરવું. હવે યીસ્ટ નું મિશ્રણ ઉમેરવું. બધુ બરાબર હલાવી લેવું. હવે એક કપ હુંફાળું પાણી ઉમેરીને ઢીલો લોટ બાંધવો. જરૂર પ્રમાણે થોડું વધારે પાણી ઉમેરી શકાય. પાણીનું પ્રમાણ લોટની ક્વોલિટી પર વધારે ઓછું થઈ શકે. આલોટ પર થોડું ઓલિવ-ઓઈલ છાંટી પાંચ મિનિટ સુધી મસળવું. આ લોટને ઢાંકીને એક હૂંફાળી જગ્યા પર બે કલાક અથવા તો જ્યાં સુધી એ ડબલ ના થઈ જાય ત્યાં સુધી મૂકી રાખવો.
- 3
બે કલાક પછી લોટ બે ગણો ભૂલી ગયો હશે. હવે એક ઓવનની ટ્રે લઈને એમાં એક ટેબલ ચમચી ઓલિવ ઓઈલ નાખવું. તેને બરાબર લગાવી લેવું. હવે તેમાં લોટ મૂકવો. આંગળીઓની મદદથી આ લોટને આખી ટ્રે માં ફેલાવી લેવો. હવે એને અડધો કલાક રાખી મૂકવું. લોટ પાછો ફૂલીને ડબલ થઇ જશે.
- 4
હવે આંગળીઓની મદદથી લોટ પર ખાડા પાડવા. એના પર બચેલું 3 ટેબલ ચમચી ઓલિવ ઓઇલ પાથરવું. મિક્સ હર્બ છાંટવા. હવે પસંદગી મુજબના શાકભાજીથી બ્રેડને સજાવવી. શાકભાજી માં કાંદા, કેપ્સિકમ, ટામેટા, ઓલિવ, લીલી ડુંગળી કે લીલા મરચા જેવી વસ્તુઓ લઈ શકાય. પસંદગી મુજબની કોઈપણ પેટર્ન બનાવી શકાય.
- 5
હવે બ્રેડને પ્રિહીટેડ ઓવનમાં 200 ડિગ્રી પર 30 મિનિટ માટે બેક કરવી. ગરમા ગરમ પીરસવું. આ બ્રેડ સાઈડ ડિશ તરીકે સૂપ, પાસ્તા કે ગ્રેવી સાથે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
ફોકાચિયા બે્ડ(Focaccia Bread recipe in Gujarati)
ફોકાચિયા બે્ડ એ એક ઈટાલીયન ફ્લેટ બે્ડ છે. ચોખ્ખા શબ્દો માં કહી એ તો પીઝા ની નાની બેન છે. 😊🥰આ ઇટાલિયન બ્રેડ , પિત્ઝાના લોટ જેવો જ લોટ બાંધી ને બનાવવાનાં આવે છે. બનાવવી ખુબ સહેલી છે. મોટે ભાગે પીઝા માં હોય એવું જ હોય પણ પીઝા ની જેમ તેના પર સોસ કે ચીઝ નથી નાંખવાનાં આવતી.આ ફોકાચિયા બે્ડ, સુપ જોડે, પાસ્તા જોડે, મરીનારા સોસ જોડે કે પછી ફક્ત ઓલીવ ઓઈલ જોડે ખાવ, ખુબ જ સરસ લાગે છે. ઘણા લોકો તો એનો સેન્ડવિચ બ્રેડ તરીકે પણ ઉપયોગ કરે છે. આ ઇટાલિયન બે્ડ અમારી ઘરે બધાને ટોમેટો સુપ જોડે ખાવી ખુબજ ગમે છે.મને આ બે્ડ ને તમે સાદી બનાવો, એકલા હબઁ નાંખીને બનાવો કો કે પછી ગાર્ડન ફોકાચિયા બ્રેડ બનાવો. આ બધામાં મને જુદા જુદા વેજીટેબલ થી સરસ ડેકોર કરેલી ગાર્ડન ફોકાચિયા બે્ડ બનાવવી ખુબ જ ગમે છે. તમે તમારી પસંદગીનાં ગમતાં વેજીટેબલ જેમકે કાંદા, કેપ્સિકમ ( ગમે તે કલરનાં) ટામેટા, ઓલિવ, લીલી ડુંગળી કે લીલા મરચા કે પછી બીજા તમને જે ગમતાં હોય એ વેજીટેબલ વાપરો. સરસ ઉપર ડીઝાઈન બનાવો, બે્ડને બેક કરો અને ગરમા ગરમ બે્ડ નો આનંદ લો.નામ થોડું અઘરું છે, પણ તેને બનાવવી ખુબ સહેલી છે. 😊તમે પણ આ રેશીપી થી બનાવી જોવો, અને જણાવો કે તમને કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ગાર્ડન ફોકાચિયા વિથ ચીમીચુરી સોસ (Garden Focaccia Recipe in Gujarati)
#AsahiKaseiIndia#baking#focaccia#bread#cookpadindia#cookpadgujaratiફોકાચિયા એ એક ઇટાલિયન ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે જે પીઝા સાથે ખૂબ મળતું આવે છે. તેને સાઈડ ડીશ, પીઝા બેઝ, સેન્ડવિચ વગેરે તરીકે વાપરવા માં આવે છે. આ બ્રેડ ની ખાસિયત એ છે કે તેને મનગમતો આકાર આપી તેની ઉપર અલગ અલગ શાકભાજીઓ થી ભિન્ન-ભિન્ન ડિઝાઇન બનાવી ને શણગારવા માં આવે છે જે કરવાની ખૂબ જ મજા પડે છે. તો એક વાર આ બ્રેડ જરૂર થી બનાવજો. Vaibhavi Boghawala -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
ક્રિસ્મસ ટ્રી બ્રેડ (Christmas tree bread recipe in Gujarati)
ક્રિસ્મસ એ દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. આ સમય દરમ્યાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બ્રેડ ક્રિસમસ ટ્રી ના આકારમાં બનાવવામાં આવી છે જેમાં પાલક અને ક્રિમ ચીઝ નું ફિલીંગ કરવામાં આવ્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ એવી આ બ્રેડ તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.#CCC spicequeen -
પીઝા બેઝ યીસ્ટ સાથે (Pizza Base With Yeast Recipe In Gujarati)
પીઝા બેઝ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આ રેસિપીમાં મે ઇન્સ્ટન્ટ યીસ્ટનો ઉપયોગ કર્યો છે. Vaishakhi Vyas -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
#XS#MBR8Week 8 Harita Mendha -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
મીની હર્બ ડિનર રોલ્સ (Mini Herb Dinner Rolls Recipe In Gujarati)
આપણને નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે મીની હર્બ ડિનર રોલ્સ એક ખૂબ જ નાના રોલ્સ (બન) છે જે ફ્રેશ હર્બ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડિનર રોલ્સ સૂપ સાથે અથવા તો સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટેની પરફેક્ટ રેસીપી છે. આ રોલ્સ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. ગાર્લિક બટર સાથે સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રેડ(Bread Recipe in Gujarati)
#GA4#week9#post1#maidaલગભગ ગાર્લિક બ્રેડ તો બધાને જ ભાવે છે આ બ્રેડ મે યિસ્ટનો વપરાશ કર્યા વગર બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને સરસ બને છે આજ રેસિપીમાં તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે .. Manisha Parmar -
-
ફોકાસીયા ને ગાર્લીક લોફ(Focaccia And Garlic Loaf Recipe In Gujarati)
#GA4#Week26કુકપેડ સાથે જોડાઈ ને ઘણું નવું શીખવા મળ્યું છે બેકિંગ એ મારા માટે ઘણું અલગ હતું પરંતુ ધીમે ધીમે થોડું નવતર કરવા નો પ્રયોગ કર્યો છે જેને ફ્રેન્ડ તમારી સાથે શેર કરું છું એકજ લોટ માંથી બે ટાઈપ ની બ્રેડ બનાવી છે Dipal Parmar -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
ફ્રાયડ બ્રેડ (Fried bread recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૫થોડી અલગ ટેસ્ટી તળેલી બ્રેડ Harita Mendha -
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
ફ્લાવર ગાર્લિક બ્રેડ (Flower Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week26#Bread આ બ્રેડ બાળકો ની હોટ ફેવરિટ હોય છે .બાળકો ને રોજ અલગ જ જોઈતું હોય છે.તેમાં પણ જો તે લોકો નું ફેવરિટ એક અલગ સ્વરૂપે મળે તો તેવો એકદમ ખુશ થઈ જાય છે.મે આજે અહી ગાર્લીક બ્રેડ ને અલગ સ્વરૂપે સર્વ કરી છે. આશા છે કે તમને પણ ગમશે જ. Vaishali Vora -
-
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.#CCC spicequeen -
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (pull apart cheese garlic bread)
આ ગાર્લિક બ્રેડ મેં ઘરે મેંદામાંથી ફ્રોમ scratch બનાવી છે એટલે કે બ્રેડ નો લોફ પણ ઘરે જઇ બનાવ્યો છે. મહેમાન આવે ત્યારે બઉ જ સારી પડે છે કારણ કે અલગ સર્વ નથી કરવી પડતી બધા જોડે બેસીને મજા માણી શકે છે. ખાવા માં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો અને મોટા બધા ને બહુ ભાવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post9 #સુપરશેફ2પોસ્ટ9 #માઇઇબુક #myebook Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (5)