રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં થોડુ દુધ અને ઘી ને ગરમ કરીને તેને ચણા ના લોટ માં નાખી હાથ થી મિક્સ કરી લો (ધાબો દેવો).
- 2
ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી ને તેમાં ધાબો દઇને તૈયાર કરેલ લોટ નાખી ને ધીમા તાપે શેકી લો થોડું શેકાવા આવે એટલે તેમાં દૂધ એડ કરો આવી રીતે બેથી ત્રણ વાર દૂધ એડ કરીને ચણાનો લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો.
- 3
હવે એક પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી અને એક તારની ચાસણી તૈયાર કરો ત્યારબાદ તેમાં શેકીને તૈયાર કરેલો ચણાનો લોટ એડ કરો તેને થોડીવાર ચલાવીને મિક્સ કરો હવે તેમાં ઇલાયચી પાઉડર નાખીને મિક્સ કરો ત્યારબાદ તેમાં ચોકલેટ પાઉડર નાખી ને મિક્સ કરો હવે તે ઘટ્ટ થવા આવે ત્યારે તેને એક થાળીમાં ઘી લગાવી ઢાળી લો. ત્યારબાદ તેના ઉપર કાજુ બદામની કતરણ લગાવીને થોડું જામી જાય ત્યારબાદ તેના પીસ પાડી અને તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13010051




ટિપ્પણીઓ (2)