સોલીડ મસ્તી કુરકુરે

Krimisha99 @cook_24610479
સોલીડ મસ્તી કુરકુરે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા લો. તેને પાણી માં ૧ ચમચી તેલ અને મીઠું નાખીને 80% જેટલા બાફી લો. ત્યારબાદ નિતારી લો.
- 2
૧ વાટકા માં 1 ચમચી કોર્ન ફ્લોર, 1/2 ચમચી મેંદો અને ચપટી હળદર નાખી મિક્સ કરો. ત્યારબાદ નિતારેલા પાસ્તા ને આનાથી રગદોળી દો.
- 3
ત્યારબાદ પાસ્તા મસાલો બનાવી લો. તેના માટે ૧ વાટકા માં 1 પેકેટ મેગી મસાલો, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી આમચૂર પાઉડર, 1/2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી સંચળ અને 1 ચમચી ચીઝ મસાલો નાખીને મિક્સ કરો.
- 4
ત્યારબાદ પેલા પાસ્તા ને તળી લો અને પાસ્તા મસાલા સાથે મિક્સ કરો. તો તૈયાર છે સોલીડ મસ્તી કુરકુરે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13049265








ટિપ્પણીઓ (2)