ગ્લાસ રોલ મસાલા ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો લેવો તેમાં દહીં નાખવું અને થોડુ પાણી નાખીને પંદર મિનિટ ઢાંકીને રાખી મૂકો.
- 2
સ્ટફિંગ માટે બટેટા બાફી લેવા મરચું અને ડુંગળી જીણું સમારવું અને આદું છીણી લેવું અને કેપ્સીકમ સમારવું.
- 3
ફ્રાય કરવા માટે રાઇ,જીરું અને મીઠો લીમડો નાખી અને આદું, મરચું, કેપ્સીકમ, ડુંગળી, ગાજર નાખીને ચટણી,હળદર,ધાણાજીરું,
હિંગ 1/2ચમચી, નમક સ્વાદમુજબ, ગરમ મસાલો, ચાટ મસાલો નાખીને બરાબર મિક્સ કરવુ. - 4
ત્યારબાદ સ્ટફિંગ ગેસ પરથી ઉતારીને બાફેલા બટેટા મેસ કરી ઉમેરવા. બધું બરાબર મિક્સ કરી લેવું અને તેના રોલ વાળી લેવા.
- 5
પછી તૈયાર કરેલ ખીરામા નમક તેમજ ઇનો નાખીને સારી રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ થોડીવાર રહેવા દેવુ પછી ગ્લાસમાં તેલ લગાવીને ખીરુ નાખવું પછી સ્ટફિંગ રોલ વચ્ચે મુકી આજુબાજુમાં ખીરુ નાખવું થોડું ઉપર પણ નાખવું.
- 6
પછી ઢોકળિયામાં પાણી નાખવું.ગ્લાસમાં ભરેલું ખીરું મૂકવું વરાળમાં પંદર મિનિટ સુધી રાખવું ગ્લાસ રોલ મસાલા ઢોકળા સરસ ફૂલી જાય એટલે કાઢી લેવા.
- 7
તેલ ગરમ કરીને રાઈ, જીરૂં મુકવા તેમાં ગ્લાસ રોલ મસાલા ઢોકળા ને ફ્રાય કરવા.
- 8
પછી રોલના સેઇપમાં કટિંગ કરો. ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (8)