સેવ ખાંડવી

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

રેગ્યુલર ખાંડવી નું એક ઇન્સ્ટન્ટ, ખૂબ સરળ સ્વરુપ છે. ઓછા સમય, મહેનત, અને વાસણો સાથે બની જાય છે. મારા મમ્મી ને માસી પાસેથી શીખેલી, ફક્ત અમારા ફેમિલી માં બનતી જોયેલી, એકદમ આગવી વાનગી છે. હું ૧૫ વર્ષોથી બનાવતી આવી છું અને આજ દિન સુધીમાં જેટલાને ખવડાવી છે એ બધાને ખૂબ પસંદ આવી છે. ટ્રાય કરજો. અને મને તમારો અનુભવ કહેજો.

#વીકમીલ૩
#પોસ્ટ૫
#સ્ટીમ્ડ
#માઇઇબુક
#પોસ્ટ૧૩

સેવ ખાંડવી

રેગ્યુલર ખાંડવી નું એક ઇન્સ્ટન્ટ, ખૂબ સરળ સ્વરુપ છે. ઓછા સમય, મહેનત, અને વાસણો સાથે બની જાય છે. મારા મમ્મી ને માસી પાસેથી શીખેલી, ફક્ત અમારા ફેમિલી માં બનતી જોયેલી, એકદમ આગવી વાનગી છે. હું ૧૫ વર્ષોથી બનાવતી આવી છું અને આજ દિન સુધીમાં જેટલાને ખવડાવી છે એ બધાને ખૂબ પસંદ આવી છે. ટ્રાય કરજો. અને મને તમારો અનુભવ કહેજો.

#વીકમીલ૩
#પોસ્ટ૫
#સ્ટીમ્ડ
#માઇઇબુક
#પોસ્ટ૧૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપચણાનો લોટ
  2. ૨+૩/૪ કપ છાશ(બહુ ખાટી કે મોળી નહીં, અમૂલની હોય એવી)
  3. ચપટીહળદર
  4. ૧ ટેબલ સ્પૂનમીઠું
  5. ચપટીહીંગ
  6. ૧ ટેબલ સ્પૂનતેલ
  7. ૨ ટેબલ સ્પૂનઆદું મરચાની પેસ્ટ
  8. ૨-૩ લીલા મરચાં (ઝીણા સમારેલા)
  9. ૧/૨ કપસમારેલી કોથમીર
  10. ૨ ટેબલ સ્પૂનકોપરાનું છીણ
  11. ૧/૨ કપદાડમનાં ધાણા
  12. ૧/૪ ટી સ્પૂનહીંગ
  13. ૧/૨ ટી સ્પૂનરાઇ
  14. ૩ ટેબલ સ્પૂનતેલ(વઘાર માટે)

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ચણાનો લોટ લઇ, થોડી થોડી છાશ રેડી ખીરું બનાવવું. તેમાં આદું મરચાની પેસ્ટ, ચપટી હળદર, ચપટી હિંગ, ૧ ટેબલ ચમચી તેલ, મીઠું નાખી બરાબર મિક્સ કરવું.

  2. 2

    આ તપેલીને, બરાબર ઢાંકી, પ્રેશર કુકરમાં મૂકવી. ૧૫ મિનિટ માટે કુકર ને ગેસ પર થવા દેવુ. ૩-૪ સીટી સુધી વધારે તાપે અને પછી ધીમા તાપે.

  3. 3

    કુકર ઠંડુ થાય એટલે, તપેલી બહાર કાઢી ૫ મિનિટ ઠંડું થવા દેવું. પછી ચડી ગયેલા લોટને, સેવ બનાવવાના સંચામાં ભરી એક તાસકમાં સેવ પાડી લેવી. સેવ તરત ઠંડી પડી જશે અને એકદમ છુટ્ટી બનશે.

  4. 4

    હવે વઘારીયામાં તેલ લઇ રાઇ, હીંગ, લીલાં મરચાં નો વઘાર કરવો. આ વઘાર સેવ પર બધી બાજુ બરાબર પાથરવો. એનાં પર કોથમીર, કોપરાનું છીણ, દાડમનાં દાણા નાખી બરાબર હલાવી લો. વધારે તીખું બનાવવું હોય તો થોડું લાલ મરચું ભભરાવો. સેવ ખાંડવી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes