લીટી ચોખા(litti chokha recipe in Gujarati)

લીટી ચોખા(litti chokha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીટી બનાવવા માટે:- એક કાથરોટ માં લોટ લઈ તેમાં ખાવાનો સોડા અને મીઠું નાખી મિક્સ કરો તેમાં તેલનું મોણ નાખી રોટલી ના લોટ જેવો લોટ બાંધો અને પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 2
હવે તેનુ પુરણ બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં બધા જ મસાલા અને ડુંગળી અને કોથમીર નાખી દો અને બરાબર મિક્સ કરો પછી તેમાં ચાર ચમચી જેટલું પાણી નાખી ને મસળી લો. લોટ એકદમ છુટો રહેવો જોઈએ બસ તેની મુઠ્ઠી વાળતા તે ભેગો થાય તેવો હોવો જોઈએ.
- 3
હવે લોટ ના લુવા કરી લો પછી એક લુઆ લઈને હાથે થી દબાવી ને પૂરી જેવું કરી તેમાં પુરણ ભરી લો અને પછી કચોરી ની જેમ કવર કરી લો.
- 4
હવે એક કડાઈમાં જારી રાખી તેના પર બધી જ લીટી રાખો અને પછી ઢાંકણ ઢાંકી ને બેક કરો. વચ્ચે વચ્ચે લીટી ને ફેરવતા બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે એક બાઉલમાં ઘી ગરમ કરો. હવે વીંટીને હાથે થી સહેજ દબાવી ને ઘી માં બે થી ત્રણ મિનિટ ડુબાડી દો.
- 5
ચોખા બનાવવા માટે:- રીંગણા ને તેલ વાળો હાથ કરી ફેરવી લો પછી ટામેટાં ને પણ તેવી જ રીતે તેલ લગાવી દો અને ગેસ પર શેકી લો. બટેટા ને સહેજ બાફી ને શેકી લો. પછી રીંગણા, ટામેટાં અને બટેટા ને બરાબર છુંદી લો.
- 6
આ વાનગી માં બધું જ વઘાર વગર જ મિક્સ કરવાનું હોય પણ મારી દિકરી ને કાચી ડુંગળી નથી ભાવતી તેથી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે.
- 7
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હિંગ નાખી ડુંગળી નાખી સાંતળો પછી તેમાં રીંગણા, ટામેટાં અને બટેટા નાખી બધા જ મસાલા નાખી દો અને પછી લીંબુનો રસ નાખી દો.કોથમીર નાખી સજાવો.
- 8
એક સવિગ પ્લેટમાં કાઢી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ