ચણા મસાલા(chana masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને ધોઈ ને ૭-૮ કલાક માટે પલાળી રાખો પછી તેમાં થી પાણી કાઢી લો અને પછી કુકરમાં થોડું પાણી નાખી દો અને સાથે મીઠું નાખી ચણા ને બાફી લો..
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો
- 3
હવે તેમાં ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને પછી તેમાં બધા મસાલા નાખી દો બરાબર મિક્સ કરો પછી તેમાં થોડું પાણી નાખી દો અને ઢાંકી દો
- 4
૫-૭ મિનિટ પછી તેમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો તેલ છુટું પડે ત્યારે તેમાં ચણા નાખી દો અને બરાબર મિક્સ કરો
- 5
હવે તેમાં પંજાબી મસાલો નાખી દો પછી કસૂરી મેથી નાખી દો બરાબર મિક્સ કરી તેમાં દૂધની મલાઈ નાખી દો બરાબર મિક્સ કરો અને હવે એક પ્લેટમાં કાઢી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172662




ટિપ્પણીઓ (2)