છોલે કુલચા (without onion garlic)

છોલે કુલચા (without onion garlic)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ને 6 થી 7 કલાક પલાળી, ચપટી સોડા નાખી બાફવા, બાફવા માં ચણા ની દાળ નાખવી,
- 2
મિક્સર માં ખડા મસાલા ક્રશ કરવા,
- 3
ટામેટા અને આદુ ને ક્રશ કરવા,
- 4
વાઈટ પેસ્ટ -વરિયાળી,મગજતરી, કાજુ, ખોપરા નું ખમણ ને હુંફાળા પાણી માં 30 મિનિટ માટે પલાળી પછી ક્રશ કરી નાખવું,
- 5
પછી એક પેન માં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, છોલે મસાલો, કસૂરી મેથી નાખવી અને થોડું પાણી નાખી દેવું જેથી મસાલો બડે નહિ,
- 6
હવે એમાં તૈયાર કરેલ વાઈટ પેસ્ટ નાખી સંતાડો,
- 7
પછી એમાં પીસેલા ટામેટા નાખી સંતાડો, ટામેટા ચઢી જય એટલે છોલે નાખી દેવા,
- 8
જરૂર મુજબ પાણી નાખી, મીઠુ નાખો,
- 9
હવે એને થોડી વાર ઉકાળો,
- 10
હવે કોથમીર ભભરાવી દ્યો, તો તૈયાર છે છોલે
- 11
કુલચા માટે - એક બાઉલ માં મેંદો લઇ વચ્ચે ખાડો કરી યીસ્ટ અને સાકાર નાખો અને 2 ચમચી હુંફાળું પાણી નાખો અને થોડી વાર હલાવો
- 12
યીસ્ટ અને સાકાર પીગળી જાય એટલે લોટ માં મિક્સ કરી મીઠુ નાખી ઢીલો લોટ બાંધો
- 13
લોટ બંધાય જાય એટલે તેલ માં કૂણવી હવે એને 45 મિનિટ માટે રેસ્ટ આપો
- 14
હવે તેના એક સરખા 10 લુવા કરી, હવે એને લંબગોળ વણી પાણી લગાડી તવી પર નાખી દ્યો અને ઉપર ના ભાગ માં કાળા તલ અને કોથમીર ભભરાવો થોડો ભીનો હાથ કરી તલ અને કોથમીર સ્ટીક કરી દ્યો
- 15
હવે તવી ને ઉંધી કરી શેકીલો તો તૈયાર છે કુલચા
- 16
હવે એક ડીશ માં છોલે અને કુલચા ને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ