ખાજા(khaja recipe in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#માઇઇબુક #પોસ્ટ_25 #સુપરશેફ2 #week2 #ફલોર્સ_લોટ

આ એક ઝડપથી બની જાય એવું મસ્ત સ્વીટ છે... અને બહુ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે... કોઈ પણ તહેવારમાં પણ બનાવી શકાય છે..એકવાર જરૂર ટ્રાય કરજો...

ખાજા(khaja recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ_25 #સુપરશેફ2 #week2 #ફલોર્સ_લોટ

આ એક ઝડપથી બની જાય એવું મસ્ત સ્વીટ છે... અને બહુ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે... કોઈ પણ તહેવારમાં પણ બનાવી શકાય છે..એકવાર જરૂર ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6-7 વ્યક્તિ
  1. લોટ માટે:-
  2. 2 કપમેદો
  3. ચપટીમીઠું
  4. 5 ચમચીઘી
  5. ચાસણી માટે:-
  6. 1 કપખાંડ
  7. 1 કપપાણી
  8. 2-3 નંગઇલાયચી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મેંદામાં મીઠું, ઘી ઉમેરી પાણી વડે રોટલી જેવો લોટ બાંધી લો લોટ 10 મિનિટ ઢાંકીને મૂકી દો.

  2. 2

    લોટમાંથી એકસરખા લુઆ કરી લો અને એમાંથી એક સરખી પાંચ મોટી રોટલી બનાવી લો આ રોટલી પર તેલથી બ્રશ કરો તેના ઉપર corn flour કે મેંદો છાંટીને એની ઉપર બીજી રોટલી મૂકો તેના પર પણ તેલ અને મેંદો છાંટી દો આવી રીતે એકબીજાની ઉપર પાંચ રોટલી મૂકો અને ટાઇટ રોલ કરી લો રોલ પુરો થવા આવે ત્યારે આંગણી ની મદદથી પાણી લગાવીને રોલ પેક કરી દો. પાંચ રોટલી ની જગ્યાએ 3 કે 4 રોટલી નો રોલ પણ કરી શકાય છે...

  3. 3

    ચાકુથી નાના નાના ગોળ રોલ માથી કટ્ટ કરી લો જેવી રીતે પાત્રા ના ગોળ કટ્ટ કરીએ એવી રીતે બધા રોલ તૈયાર કરી લો.

  4. 4

    કટ કરેલા રોલમાંથી રોલને હાથથી થોડો દબાવી ૨થી ૩ વખત હળવા હાથે વેલણ ફેરવી દો રોલ આડો રાખવો પછી હળવા ગરમ તેલમાં ધીમા તાપે તળી લો બધા પડ એની રીતે જ છૂટાં પડી જશે

  5. 5

    ચાસણી ની સામગ્રી ભેગી કરી એક તારની ચાસણી બનાવી લો ચાસણીને થોડી ઠંડી થવા દો તળેલા ખાજા નવશેકા ઠંડા પડે એટલે થોડી ગરમ ચાસણીમાં આ ખાજા બેથી ત્રણ મિનિટ સુધી ડુબાડી દો પછી કાઢી લો.

  6. 6

    મનપસંદ ડ્રાય ફ્રુટ કે કેસર અથવા સીલ્વર વરખથી સજાવીને આ ખાજા પીરસી શકાય છે.આ ખજાને લાંબા સમય સુધી એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes