સમોસા (Samosa Recipe In Gujarati)

સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાના લોટમાં શેકેલા અજમા અને જીરું નો પાઉડર એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને મોણ નાખી લોટ બાંધી લો. મેં લોટમાં ૧ ચમચી તાજી દૂધ ની મલાઈ એડ કરી છે એનાથી સમોસા ની પૂરી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. લોટ ને ઢાંકી ને સાઇડ માં મૂકી દો.
- 2
હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા અને વટાણા લો તેમાં બધા મસાલા એડ કરી લો., વરીયાળી પાઉડર નાબદલે પલાળેલી વરીયાળી નો ઉપયોગ પણ કરી શકાય.
- 3
હવે સમોસા બનાવવા માટે લોટ માં થી પૂરી વણી લો., પછી તેને હાથમાં લઈને ફોટા માં બતાવ્યાં મુજબ ત્રિકોણ શેપ માં વાળી લો.
- 4
હવે તેમાં ચમચી થી સ્ટફિંગ ભરી ઉપર ની કિનારી સ્ટીક કરી લો. જો એમજ સ્ટીક ન થાય તો બાજૂમાં એક વાટકી માં પાણી લઈ લો., કિનારી ને આંગળી થી સહેજ પાણી વાળી કરી સ્ટીક કરવાથી તે સહેલાઈથી સ્ટીક થાય છે.
- 5
આજ રીતે બધાં સમોસા તૈયાર કરી ગરમ તેલમાં તળી લો.
- 6
તો તૈયાર છે મિત્રો ગરમા-ગરમ સ્વાદિષ્ટ સમોસા.. તેને કોથમીર ફુદીના ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે ગરમા-ગરમ સર્વ કરો.. Happy Cooking Friends 😊
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ