ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

મઠરી પૂરા ભારતમાં ખવાતી નમકીન,સૂકા નાસ્તાની વાનગી છે. એ ઘણીબધી અલગ અલગ રીતે ને આકારમાં બનતી હોય છે. તો મને એમ જ એને ગૂંથીને પણ બનાવી શકાય એવો વિચાર આવ્યો, ને મેં ટ્રાય કર્યો અને સાથે ત્રણ અલગ રંગ માટે બીટ અને પાલક ભાજીની પેસ્ટ વાપરી. રિઝલ્ટ બહુ જ સરસ મળ્યું. દેખાવ માં બહુ જ આકર્ષક અને ચા સાથે એકદમ સરસ લાગે છે. નાના બાળકોને ભાવે એવી ને જોતા જ ખાવાનું મન થાય એવી છે. થોડા તીખા ને ચટપટા સ્વાદ માટે મેં ઉપરથી લાલ મરચું અને સંચળ પાઉડર ભભરાવ્યો છે.

#સુપરશેફ2
#પોસ્ટ7
#ફ્લોર્સકેલોટ
#માઇઇબુક
#પોસ્ટ_27

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨૦ થી ૨૫ નંગ
  1. ૩/૪ કપ ઘઉંનો લોટ
  2. ૩/૪ કપ મેંદો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧+૧/૨ ટી ચમચી મરી પાઉડર
  5. ૧૦૦ ગ્રામ પાલખની ભાજી
  6. નાનું બીટ
  7. તળવા માટે તેલ
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧/૨ ટેબલ સ્પૂનસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પાલખની ભાજી અને બીટ ને અલગ-અલગ ખુલ્લા વાસણમાં થોડું બાફી, બિલકુલ પાણી વગર પીસી લો.

  2. 2

    ત્રણ અલગ વાસણમાં ૧/૪ કપ ઘઉંનો લોટ અને ૧/૪ કપ મેંદો લઇ તેમાં ૧/૨ ટી ચમચી મરી પાઉડર અને મીઠું નાખો. હવે એક બાઉલમાં બીટની પેસ્ટ નાખી પાણી વગર લાલ લોટ બાંધો. લોટ પરોઠાનો હોય એવો રાખવો. બીજા બાઉલમાં પાલખની પેસ્ટ નાખી પાણી વગર લીલો લોટ બાંધો. પાણીની જગ્યાએ જેટલી પેસ્ટ જરુર પડે એમ લેવી. ત્રીજા બાઉલમાં એમ જ પાણીથી લોટ બાંધો.

  3. 3

    ત્રણે કલરના મોટા પાતળા રોટલા વણી કિનારી કાપી ચોરસ કરો. અને એની પાતળી લાંબી પટ્ટીઓ કાપો. ત્રણે કલરની એક-એક પટ્ટી લઇ ચોટલાની જેમ ગૂંથી લો. બધા લોટમાંથી બનાવી લો. ગરમ તેલમાં ધીમા તાપે ગુલાબી થાય એવી તળી ઉપરથી સંચળ-મરચું ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
Tme tri rangi mathari banayi te crispy bani hti to tena mate tme su kryu km k hu koi b mathri try kru chu to ae Crispy nai banti,so please suggest krso Mane....😊😊

Similar Recipes