પીઝા બાઈટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ સોજી મીઠુ છાસ અને પાણી ઉમેરી મિક્સ કરી મિકચર માં ક્રશ કરી ઈડલી જેવું ખીરું તૈયાર કરી એક સાઈડ પર રાખી દો જેથી આથો આવી જાય ખીરું અડધો કલાક રાખવું
- 2
હવે બીજા બાઉલ માં તેલ ગરમ કરીને તેમાં આખુ જીરૂ હિંગ આદુ લસણની પેસ્ટ મરચા થોડી કોથમીર અને ફૂદીના પાઉડર મીઠુ ચાટ મસલો ગરમ મસાલો આમચૂર પાઉડર એડ કરી મિક્સ કરી તેમાં ગાજર અને કેપ્સીકમ એડ કરી ફરી બરાબર મીક્સ કરી ૨થી૩ મિનિટ સાંતળો પછી એક બાઉલ માં કઢી લો
- 3
હવે ગેસ પર ઢોસા ની તવી ને ગરમ કરવા મુકો જે પીઝા નું ખીરુ તૈયાર કર્યું છે તેમાં સોડા નાખી એક જ સાઇડ ૧ મિનિટ સુધી મિક્સ કરી ખીરું તૈયાર કરો હવે ગેસ ની ફ્લેમ ધીમી કરી ખીરા માંથી જે રીતે આપડે ઢોસા પડીએ છીએ એ રીતે પીઝા નો રોટલો પાડી તેના પર બટર લગવી ને ૧ મિનિટ સુધી ચડવા દો ૧ મિનિટ પછી બીજી સાઈડ પલટાવીને તેના પર પિઝ સોસ લગાવી તેના પર આદુ લસણ મરચા ગાજર કેપ્સીકમ નું મિશ્રણ એડ કરી તેના પર બાફેલા બટેકા ડૂંગળી ટામેટા ચીઝ એડ કરવું
- 4
હવે પિઝા પર ગરમ મસાલો ચાટ મસાલો લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર મરી પાઉડર કોથમીર ટામેટા કેચઅપ ફુદીના પાઉડર આ બધુ એડ કરી પિઝા ને ૨થી ૩ મિનિટ કુક કરી પિઝા કટર થી નાના બાઈટ કાપી ગરમ ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (7)