ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#ઉપવાસ
#ફરાળીવાનગી
સાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી.

ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)

#ઉપવાસ
#ફરાળીવાનગી
સાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. મેંદુ વડા માટે ના ઘટકો :
  2. 1 કપમોરિયો
  3. 2 ટીસ્પૂનસાબુ દાણા
  4. 2 કપપાણી
  5. 1 ટેબલસ્પૂનજીરું
  6. 1/2 કપશેકેલા શીંગ દાણા નો અધકચરો ભૂકો
  7. 2બાફેલા બટાકા
  8. 2 ટેબલસ્પૂનજીણા સમારેલા લીલા મરચા
  9. 1 ટીસ્પૂનઆદુ ની પેસ્ટ અથવા છીણેલું
  10. 1 ટીસ્પૂનમરી પાઉડર
  11. 2-3 ટીસ્પૂનશિંગોડા નો લોટ
  12. 8-10જીણા સમારેલા મીઠા લીમડા ના પાન
  13. સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે
  14. તળવા માટે તેલ
  15. ફરાળી ચટણી માટે ના ઘટકો:
  16. 1/2 કપખમણેલું લીલું નારિયળ
  17. 2-3 ટેબલસ્પૂનશેકેલા શીંગ દાણા
  18. 1 ટેબલસ્પૂનઆદુ ના કટકાં
  19. 1 ટીસ્પૂનજીરું
  20. 8-10મીઠા લીમડા ના પાન
  21. 10-15તાજા ફુદીના ના પાન
  22. 3 ટેબલસ્પૂનદહીં
  23. પાણી (ચટણી ની કોંસિસ્ટેંસી પ્રમાણે)
  24. વઘાર માટે ના ઘટકો:
  25. 2-3 ટેબલસ્પૂનતેલ
  26. 1 ટીસ્પૂનજીરું
  27. 1 ટીસ્પૂનતલ
  28. 7-8મીઠા લીમડા ના પાન
  29. 1લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌથી પેહલા મોરિયો અને સાબુ દાણા ને મિક્સી માં અધકચરો વાટી લો. હવે એક પેન માં પાણી લઇ એમાં જીરું નાખી સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી કકળાવો. પાણી કકળે એટલે એમાં વાટેલો મોરિયો અને સાબુ દાણા નું મિક્સચર નાખો. સાથે સતત હલાવતા રેહવું જેથી ગઠ્ઠા પડે નહિ. હવે બધું પાણી બળી જાય અને મિક્સચર ડ્રાય થઇ જાય (1-2 મિનિટ લાગે) એટલે ગેસ બંધ કરી મિક્સચર ને ઠંડુ પાડો.

  2. 2

    હવે આ મિક્સચર માં આદુ, મરચાં, શીંગ દાણાં નો ભૂકો, મરી પાઉડર, સમારેલો મીઠો લીમડો, શિંગોડા નો લોટ, બાફેલું બટાકું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી મિક્સ કરો અને રોટલી કરતા સેજ ઢીલો બાંધો. હવે હાથ તેલ થી ગ્રીઝ કરી મિક્સચર માંથી બોલ બનાવી એને થાપી વચ્ચે આંગળી થી કાણું પાડી મેંદુ વડા નો આકાર આપો.

  3. 3

    હવે મેંદુ વડા ને મીડીયમ તાપે તેલ માં ગોલ્ડન બ્રોઉન થાય ત્યાં સુધી તળી લો. એક સાથે 2-3 જ તળવા નહીંતર ચોંટી જવાનો ભય રહે. તૈયાર છે ગરમ ગરમ ક્રિસ્પી ફરાળી મેંદુ વડા.

  4. 4

    ફરાળી ચટણી માટે upar જણાવેલ ચટણી ના બધાં ઘટકો એક મિક્સી જાર માં લઇ પીસી લો. હવે એક વઘારિયું મૂકી એમાં તેલ ગરમ કરો. એમાં જીરું, તલ અને મીઠા લીમડા ના પાન નાખી એને તૈયાર કરેલી ચટણી પર રેડી દો. તૈયાર છે ફરાળી ચટણી.

  5. 5

    ગરમા ગરમ સ્વાદિષ્ટ ફરાળી મેંદુ વડા ને ફરાળી ચટણી અને ફિલ્ટર કોફી સાથે કેળાં ના પાન પર સર્વ કરો. એકદમ સાઉથ ઇન્ડિયન ટચ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes