સુરતી લોચો(surti locho recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ એને ૪ કલાક માટે પલાળી એમાંથી થોડું પાણી નિતારી એને મિક્સર જારમાં લઇ એમાં ધોઈને સાફ કરેલા પૌવા, મરચાં, આદુ નાખી બરાબર બારીક પીસી લેવું.
- 2
હવે એમાં દહીં, મીઠું, હળદર પાઉડર નાખી મિક્સ કરી ૪-૫ કલાક માટે રાખી મુકવું
- 3
હવે એમાં જરૂર મુજબ પાણી નાખી ઢોકળા જેવું પાતળું કરવું પછી એમાં ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરી ગ્રીસ કરેલી થાળી માં નાખી ૧૦ મિનીટ માટે એને કુક કરવું.
- 4
પછી એને ગરમ જ સર્વિગ પ્લેટ માં લઇ એના પર ડુંગળી, સેવ, બટર, કોથમીર, લોચો મસાલા, ઉપર ચીઝ નાખી ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281932




ટિપ્પણીઓ