ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3

ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)

ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. મંચુરિયન માટે
  2. 2 ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  3. 1 ટેબલ સ્પૂનમેંદો
  4. 1/2 કપછીણેલું ગાજર
  5. 1/2 કપછીણેલી કોબી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ચપટીમરી પાઉડર
  8. 1 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  9. તેલ તળવા માટે
  10. 1 ચમચીતેલ
  11. 1 ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  12. 1નાની ડુંગળી લાંબી સમારેલી
  13. 1/4કેપ્સિકમ લાંબુ સમારેલું
  14. 1 ટેબલસ્પૂનછીણેલી કોબી
  15. 1 ટેબલ સ્પૂનછીણેલું ગાજર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. ચપટીમરી પાઉડર
  18. 1 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  19. 1/2 કપપાણી
  20. 1 ટેબલ સ્પૂનગ્રીન ચિલી સોસ
  21. 1 ટી સ્પૂનસોય સોસ
  22. 1/4 ટી સ્પૂનવીનેગર
  23. 1 ટેબલ સ્પૂનલીલી ડુંગળી સમારેલી
  24. ફ્રાઈડ રાઈસ માટે
  25. 2 કપરાંધેલા ચોખા
  26. 1/4 કપસમારેલું ગાજર
  27. 1/4 કપસમારેલી ફણસી
  28. 2 ટેબલસ્પૂનછીણેલી કોબી
  29. 2 ટેબલસ્પૂનકેપ્સિકમ ઝીણું સમારેલું
  30. 2 ટેબલ સ્પૂનબાફેલા કોર્ન ના દાણા
  31. 1 ટી સ્પૂનખાંડ
  32. 2 ટી સ્પૂનતેલ
  33. મીઠું સ્વાદ મુજબ
  34. ચપટીમરી પાઉડર
  35. 2 ટેબલસ્પૂનગ્રીન ચિલી સોસ
  36. 1 ટી સ્પૂનસોય સોસ
  37. 2 ટેબલસ્પૂનલીલી ડુંગળી
  38. સોતે વેજીટેબલસ માટે
  39. 1/4 કપબ્રોકોલી
  40. 1/4 કપગાજર લાંબુ કાપેલું
  41. 1/4 કપકેપ્સિકમ લાંબુ કાપેલું
  42. 1/4 કપફણસી સમારેલી
  43. 2 ટેબલસ્પૂનવટાણા
  44. 2 ટેબલસ્પૂનબાફેલા કોર્ન ના દાણા
  45. 1 ટી સ્પૂનતેલ
  46. મીઠું સ્વાદ મુજબ
  47. ચપટીમરી પાઉડર
  48. ગાર્લિક બટર સોસ માટે
  49. 1 ચમચીતેલ
  50. 1 ચમચીબટર
  51. 2કળી લસણ ઝીણું સમારેલું
  52. ચપટીમીઠું અને મરી પાઉડર
  53. 1 ટી સ્પૂનકોર્ન ફ્લોર
  54. 1/2 કપપાણી
  55. સર્વ કરવા માટે
  56. કોબી ના પાન
  57. ફ્રેન્ચ ફ્રાઈસ
  58. ગાર્લિક બટર સોસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કોબી, ગાજર, મીઠુ, મરી પાઉડર, આદુ લસણ ની પેસ્ટ, કોર્ન ફ્લોર અને મેંદો નાખીને મંચુરિયન માટે નુ મિશ્રણ તૈયાર કરી લો. એકદમ દબાવીને ગાજર અને કોબી માંથી પાણી કાઢી લેવુ. ગરમ તેલ માં માધ્યમ આંચ પર બોલ વાળીને તળી લો. બાજુ માં રાખો. અંદર થી કાચા ના રહેવા જોઈએ.

  2. 2

    1 પેન માં તેલ ગરમ કરો. તેમાં આદુ લસણ ની પેસ્ટ અને ડુંગલી સાંતળી લો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ નાખો. ડુંગલી અને કેપ્સિકમ સંતળાઈ જાય એટલે છીણેલા ગાજર અને કોબી ઉમેરો. મીઠુ, મરી, ચિલી સોસ, સોયા સોસ, વિનેગર નાખીને મિક્સ કરી ને કૂક કરી લો. 1 વાટકી મા કોર્ન ફ્લોર લઈ પાણી માં ઓગાળીને ઉમરો. ગ્રેવી જાડી થઈ જાય એટલે તેમાં મંચુરિયન બોલ ઉમરો અને લીલી ડુંગળી નાખી ગેસ પર થી ઉતારી લો. તમે મંચુરિયન બોલ પછી સર્વ કરતી વખતે પણ નાખી શકો છો.

  3. 3

    ફ્રાઈડ રાઈસ માટે ગાજર ફણસી ઉકળતા પાનીમાં બાફી લેવા.ચોખા પણ રાંધી લેવા.1 પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો.1 ટેબલસ્પૂન લીલી ડુંગળી, કેપ્સિકમ અને કોબી સાંતળી લો.સંતળાઈ જાય એટલે તેમાં કૂક કરેલા ગાજર, ફણસી અને મકાઈ ઉમેરો. મીઠું, મરી, ચિલી સોસ, સોયા સોસ ઉમેરો અને સરખુ મિક્સ કરી લો. આ મિશ્રણ બાજુમાં કાઢી લો.હવે ઇ જ પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો અને ખાંડ ઉમેરો. ગેસ માધ્યમ રાખો. ખાંડ ઓગળી જાય એટલે રાંધેલો ભાત ઉમેરવો અને સરખુ મિક્સ કરી લેવુ. આગળ બનાવેલુ મિશ્રણ અને લીલી ડુંગળી ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  4. 4

    ગાજર, ફણસી, બ્રોકોલી પાણી માં બાફી લેવા. 1 પેન માં તેલ ગરમ મુકો. કેપ્સિકમ સાંતળવું. ત્યારબાદ તેમાં ગાજર, ફણસી, બ્રોકોલી, વટાણા અને સ્વીટ કોર્નના દાણા તથા મીઠું અને મરી પાઉડર ઉમેરો અને સરખું મિક્સ કરી લો. મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે જે પહેલેથી જ રાંધેલા છે. જો તમે તાજા ઉપયોગ કરતા હોવ તો બિજા શાકભાજી જોડે બાફી લેવા. ફ્રેંચ ફ્રાઈસ પણ તળી લેવી. મેં ફ્રોઝન ફ્રેંચ ફ્રાઈસ લીધી છે.

  5. 5

    1 વાસણમાં તેલ અને બટર ગરમ કરીશું. લસણ નાખીશું. લસણ સહેજ સંતળાઈ જાય એટલે તેમાં મીઠું, મરી પાઉડર ઉમેરો. 1 વાટકી માં કોર્ન ફ્લોર ને પાણી માં ઓગાળી લો અને ઉમેરો. ગાર્લિક બટર સોસ તૈયાર છે. ગેસ પર સિઝલર પ્લેટ એકદમ ગરમ કરો. તેના પર કોબી ના પાન ગોઠવી લો.

  6. 6

    ફ્રાઇડ રાઇસ, મંચુરિયન, સોતે કરેલા શાકભાજીઓ અને ફ્રેન્ચ ફ્રાઈસ ગોઠવી લો અને ઉતારીને તેના લાકડાના સ્ટેન્ડ પર મુકો. ગાર્લિક બટર સોસ રેડી સિઝલિંગ સિઝલર પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes