રાજસ્થાની બાટી(rajsthani bati recipe in gujarati)

Nipa Parin Mehta @cook_25108481
# માઇઇબુક પોસ્ટ ૨૩
રાજસ્થાની બાટી(rajsthani bati recipe in gujarati)
# માઇઇબુક પોસ્ટ ૨૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટ માં અડધો કપ રવો ઉમેરો. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને અધકચરુ જીરુ નાખો. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
- 2
આ મિશ્રણ ની અંદર ઘી ઉમેરો. તેને બરાબર લોટ ની અંદર બરાબર મિક્સ કરો. મુઠ્ઠી વળે તેટલું ઘી હોવું જોઈએ. ત્યારબાદ તેની અંદર બેકિંગ સોડા ઉમેરો.
- 3
હવે તેને ભાખરી જેવો લોટ બાંધો. અને હવે તેના ગોળ પેટીસ જેવો આકાર આપી. બધી બાટીઓ બનાવો.
- 4
આ બધી જ બાટીને આપણે કુકરમા બનાવીશું. તો સૌ પ્રથમ કૂકરને પ્રિ હિટ કરી લો. ત્યારબાદ કુકરમાં ચાર ચાર જીવી ઉમેરો અને ધીમા ગેસ પર તેને શેકી લો. અને કુકર ને થોડી થોડી વારે હલાવતા રહો જેથી બાટી અંદર સુધી ચડી જાય. અને આ બાટીમાં ક્રેક આવે ત્યારે સમજવું કે બાટી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13287406



ટિપ્પણીઓ