પૌવા બટેટા

Kumud Vyas
Kumud Vyas @cook_25373450
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 જણા માટે
  1. 250 ગ્રામ ગ્રામ પૌઆ
  2. ૩-૪ મિડિયમ સાઈઝના બટેકા
  3. 1 ટમેટુ
  4. ૩ મીડિયમ સાઇઝની ડુંગળી
  5. 1/2 લીંબુ
  6. નાનુ મરચું અને આદુ ઝીણા  સુધારેલા
  7. ૧/૨ ચમચી મરચાની ભૂકી
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧ ચમચી ધાણાજીરું
  10. ૧/૨ ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૨ ચમચી ખાંડ
  13. ૩૦ ગ્રામ સીંગદાણા તળેલા
  14. એક નાનું દાડમ
  15. કોથમરી
  16. ૩ ચમચા વઘાર માટેનું તેલ
  17. ૧/૨ ચમચી જીરૂ
  18. ચપટી હીંંઞ
  19. લીમડો

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પૌવા ને ધોઈ અને પલાળવા બટાકાને બાફી લેવા અને મિડિયમ સાઈઝના કટકા કરી સુધારવા ડુંગળી ટામેટા મરચું આદુ બધું જ સુધારી લેવુ બી તળી લેવા

  2. 2

    એક વાસણમાં તેલ મુકો તેને થોડું ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો પછી તેમાં ચપટીક હિંગ નાખો ડુંગળી નાખો ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે તેમાં મરચાં આદુ ને લીમડો નાખો પછી ટમેટાં નાખો બધા મસાલા એડ કરો ધીમા તાપે થોડી વખત આ મસાલાને ચઢવા દો

  3. 3

    મસાલા ચડી જાય પછી તેમાં પૌવા અને બટાકા એડ કરો સરખી રીતે તેને હલાવો પછી તેના પર બી દાડમના દાણા અને કોથમીરથી સજાવો પવા બટેકા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kumud Vyas
Kumud Vyas @cook_25373450
પર

Similar Recipes