રજવાડી ડ્રાયફ્રુટ નાનખટાઈ(rajvadi nankhtai recipe in Gujarati)

Saloni Niral Jasani @cook_25075842
રજવાડી ડ્રાયફ્રુટ નાનખટાઈ(rajvadi nankhtai recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘી, ખાંડ લઈ એને બરાબર ફિણવું. થોડું લાઈટ કલર નું થાય એટલે એમાં મેંદો, બેસન, રવો નાખી બરાબર મિક્સ કરવું.
- 2
હવે એમાં ડ્રાય ફ્રુટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવું. મિશ્રણ ને બહુ મસળવાનું નથી. (જો મિશ્રણ છૂટું પડી જાય અને ગોળા ન વાળી શકાય તો ૧-૨ ચમચી ઘી ઉમેરી શકાય)
- 3
હવે એમાંથી નાના ગોળા બનાવી એના પર બદામ ની કતરણ લગાવી બેકિંગ ટ્રે માં થોડા અંતરે ગોઠવી લેવા
- 4
હવે એને ૧૮૦° પર ૧૨-૧૫ મિનીટ બેક કરવી. જો કાચી લાગે તો ૨-૫ મિનીટ ટાઈમ વધારી શકાય. હવે એને પ્લેટ માં લઇ સર્વ કરો.
- 5
રજવાડી ડ્રાય ફ્રુટ મસાલો કોઈ પણ મીઠાઈ બનાવતી વખતે એમાં ૧-૨ ચમચી ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13301080



ટિપ્પણીઓ