દૂધી ની કઢી(dudhi ni kadhi recipe in gujarati)

Jignasha Upadhyay @cook_22679195
દૂધી ની કઢી(dudhi ni kadhi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છાલ કાઢી નાના ટુકડા કરી કુકર માં 2 - 3સીટી વાગે ત્યા સુધી બાફી દો.
- 2
એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં જીરું અને મીઠી લીમડી નો વઘાર કરી અધકચરા વાટેલા શીંગદાણા ઉમેરી હલાવી દો. થોડી વાર પછી તેમાં દૂધી ના ટુકડા ઊમેરી હલાવી 2 મીનીટ સુધી કુક થવા દો.
- 3
ત્યાર બાદ છાશ માં રાજગરા નો લોટ અને શીંગડા નો લોટ ઉમેરી મીક્સ કરી દો. અને આ મિશ્રણ ને વઘાર કરેલ કઢાઈ મા દૂધી સાથે મીક્સ કરી દો.
- 4
હવે તેમાં મીઠુંસ્વાદ અનુસાર, જીરું પાઉડર, આદુ મરચાં ની પેસ્ટ, ખાંડ ઊમેરી બરાબર હલાવી દો થોડી વાર ઊકડવા દો થોડી.
- 5
પાંચ- દસ મીનીટ ઊકાડયા બાદ ગેસ બંધ કરી તેમાં લીલા ધાણા વડે સજાવટ કરો.
- 6
તૈયાર છે ફરાળી દૂધી ની કઢી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13404730



ટિપ્પણીઓ (3)