નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.

#NoOvenBaking
#રેસીપી૧

નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)

અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.

#NoOvenBaking
#રેસીપી૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  4. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા
  5. ૧/૨ ટીસ્પૂનમીઠું
  6. ૪ ટી સ્પૂનતેલ(ઓલિવ ઓઇલ)
  7. ૧ કપસમારેલા ડુંગળી, ટામેટા, કેપ્સીકમ
  8. ૧/૨ કપસમારેલા એલુપિનો અને કાળા ઓલિવ
  9. ૧ કપમોઝરેલા ચીઝ ના નાના ટુકડા
  10. ૧/૨ કપપીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, તેલ મિક્સ કરી લો. તેનો દહીં થી મુલાયમ લોટ બાંધો. લોટને કપડું ઢાંકીને ૧૦ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે ગેસ પર ઊંડી કઢાઇ લઇ તેમાં ૫૦૦ ગ્રામ મીઠું નાખો. તેમાં સ્ટેન્ડ મૂકી, ઢાંકીને ૧૦ મિનિટ માટે મિડિયમ તાપે ગરમ કરો. આ આપણું ગેસ ઓવન છે.

  3. 3

    હવે બાંધેલા લોટના ૩ ભાગ કરી એક ભાગમાંથી પાતળો ભાખરી જેવો રોટલો વણો. એક પ્લેટમાં ઘી કે તેલ લગાવી આ રોટલો મૂકી કાંટાથી પ્રીક કરી લો. જેથી ફૂલે નહીં. આ પ્લેટને પ્રિહિટેડ ગેસ ઓવનમાં મૂકો. ઢાંકી ને ૧૦ થી ૧૨ મિનિટ માટે બેક થવા દો.

  4. 4

    હવે બનેલા પીઝા બેઝ પર પીઝા સોસ લગાવી ઉપર મોઝરેલા ચીઝ પાથરો. તેના પર તમારી પસંદગી ના ટોપિંગ મૂકો. પછી તેને એક નોનસ્ટીક પેનમાં ધીમા તાપે ઢાંકીને ચીઝ ઓગળી ને ફૂલી જાય ત્યાં સુધી ૧૦ થી ૧૨ મિનિટ માટે ગરમ કરો. નો ઓવન નો યીસ્ટ નો મેંદા પીઝા બનીને તૈયાર છે. ગરમ જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes