તવા પુલાવ (Tava Pulav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તવા પુલાવ બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ ચોખા ને ૧૦ થી ૧૫ મિનિટ સુધી પાણી મા પલાળી રાખો અને પછી તેમાં ૧/૨ ચમચી તેલ.સ્વાદાનુસર મીઠું અને ચપટી હળદર ઉમેરી બાફવા મુકો.
- 3
અહી પુલાવ બનાવવા માટે બાફેલા ચોખા તૈયાર છે. ત્યાર બાદ તેમાં થી વધારાનું પાણી નિતારી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી હિંગ રાઈ જીરું તથા લીમડો ઉમેરી વઘાર કરો. ૨ મિનિટ સુધી સાંતળો અને ત્યાર બાદ તેમાં કાંદા ઉમેરો.
- 5
કાંદા સાંતળી લઈએ પછી તેમાં બાકી નુ બધું શાકભાજી જેમ કે ટામેટા કેપ્સીકમ ગાજર વગેરે ઉમેરી તેને બરોબર રીતે મિક્સ કરો.
- 6
હવે તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ તથા બધા મસાલા જેમ કે મરચું મીઠુ હળદર અને પાઉંભાજી મસાલો તજ લવિંગ નો ભૂકો વગેરે ઉમેરો જેથી તે વધુ સ્વાદિષ્ટ લાગશે. આપણે ચોખા બાફવા સમયે મીઠું ઉમેરેલુ હોવાથી વઘાર મા જરૂર મુજબ જ ઉમેરવું.
- 7
૨-૩ મિનિટ પછી તેમાં બાફેલા ભાત ઉમેરો અને ફરી થી એકદમ સરખી રીતે મિક્સ કરો.
- 8
ઉપર થી કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે એકદમ આકર્ષક અને નવા ટેસ્ટ સાથેનો તવા પુલાવ જે મહારાષ્ટ્ર ની એક ખૂબ જ પ્રખ્યાત ડિશ છે અને સાઉથ માં નાળીયેર ના તેલ નો ઉપયોગ કરી સર્વ કરવામાં આવે છે પરંતુ આપણે એ જ બધી સામગ્રી અને રીત નો ઉપયોગ કરી ઘરે જ મહારાષ્ટ્ર ની આં ડિશ નો સ્વાદ માણી શકીએ.
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)




















ટિપ્પણીઓ (2)