વેજ ગ્રીલ ચીઝ સેન્ડવીચ(veg grilled cheese sandwich recipe in gujarati)

#ઓગસ્ટ
વેજ ગ્રીલ ચીઝ સેન્ડવીચ(veg grilled cheese sandwich recipe in gujarati)
#ઓગસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા ધાણા ને ધોઈ સમારી લો. ત્યાર બાદ મીકસર જાર માં લીલા ધાણા, લીલા મરચાં, આદુ, લસણ, મીઠું, દહીં, દાળીયા, શીંગદાણા ઉમેરી ચટણી બનાવી લો.
- 2
ત્યાર બાદ એક ડીશ માં બાફેલા બટાકા, બાફેલા બીટ, ટામેટા, કાકડી, ડુંગળી ગોળ આકાર માં કાપી લો.
- 3
હવે બ્રેડ ની સાઈડ પરથી સ્લાઈસ કાપી લો. ત્યાર બાદ 3 બ્રેડ લઈ 2 પર બટર અને ચટણી લગાડી દો. હવે એક બટર વાળી બ્રેડ પર બીટ, બટાકા, ટામેટા, કાકડી ગોઠવી દો. તેની ઊપર ચાટ મસાલો ભભરાવીને તેની ઊપર ચીઝ શીટ મૂકી દો.
- 4
બીજી બ્રેડ લઈ તેની ઊપર ઊપર જણાવેલ શાકભાજી મૂકી દો. અને ચાટ મસાલો ભભરાવીને તેની ઊપર ચીઝ છીણી લો.
- 5
હવે બટર અને ચટણી વાળી બ્રેડ મૂકો. જેથી 3 લેયર ની સેન્ડવીચ બનસે.
- 6
હવે ગ્રીલ મેકર માં બટર લગાવી સેન્ડવીચ ને ગ્રીલ કરવા મૂકો. પાંચ થી સાત મીનીટ મા સેન્ડવીચ બની જશે.
- 7
હવે વચ્ચે થી કાપી સેન્ડવીચ ને ટોમેટો કેચઅપ અને પોટેટો ચિપ્સ સાથે સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (3)