આલુ બોમ્બ (Aalu Bomb Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખા બટાકાને બાફીને તેની છાલ ઉતારો.
- 2
બટાકાને વચ્ચેથી કાપી તેના બે ભાગ કરો. એક ભાગ લઇ તેમાં ચમચ ની મદદથી વચ્ચેનો બટાકા નો ભાગ કાઢી બાઉલમાં મૂકો. એ જ રીતે બીજા બધા બટાકાનું વચ્ચેનો ભાગ કાઢી બાઉલમાં મુકતા જાવ અને આલુ બોમ્બ તૈયાર કરો.
- 3
એક પેનમાં થોડું તેલ લઇ આલુ બોમ્બને બંને બાજુથીશેલો ફ્રાય કરો.
- 4
એક નાની ડીશમાં ચીલી ફ્લેક્સ,સૂકા ધનિયા પાઉડર અને મીઠું ઉમેરો. આલુ બોમ્બ લઈને તૈયાર કરેલ મિશ્રણમાં રગદોડો.
- 5
હવે આલુ બોમબ નું મિશ્રણ બનાવવા જે બાઉલમાં આલુ નો વચ્ચેનો ભાગ લીધો હતો તેના નાના પીસ કરી તેમાં બાફેલા કાબુલી ચણા, પીનટ, ચાટ મસાલા,મીઠું,લીલા ધાણા,લીલું મરચું, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.
- 6
હવે સર્વિંગ પ્લેટમાં આલુ બોમ્બ લઈને તેમાં ગોળ આમલીની ચટણી, બોમ્બ નું મિશ્રણ અને તેની ઉપર ગ્રીન ચટણી મૂકો.
- 7
તેની ઉપર ઝીણી સેવ મૂકી સ્પાઈસી આલુ બોમ્બ ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ