બનાના શેક( Banana Shake Recipe In Gujarati

બનાના શેક( Banana Shake Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ૪ નંગ સારા પાક્કા કેળા લો. તેને છોલી ને કટકા કરી લો ૭-૮ નંગ બદામ ને ચપ્પા ની મદદ થી કાપી લો.
- 2
તાજું ફ્રિજ માં ઠંડુ કરેલું દૂધ લો ત્યાર બાદ મિક્સર જાર લો તેમાં કાપેલા કેળા, ખાંડ, પિસ્તા, ઇલાયચી પાઉડર, બદામ ને દૂધ ઉમેરી સરખી રીતે ક્રશ કરી લો.
- 3
ત્યાર બાદ બનાના સેક ને મિક્સર જાર માં કાચ ના ગ્લાસ માં કાઢી લો ને ઉપર થી કાપેલી બદામ થી સજાવો તો તૈયારી છે બનાના સેક
- 4
ત્યાર બાદ આપણે પુડા બનાવીશુ તે માટે એક વાસણ લો તેમાં ચણા નો લોટ ઘઉં નો લોટ લો તેમાં આદુ મરચા ની પેસ્ટ, અજમો, મીઠું ને જરૂર મુજબ પાણી ઉમેરી ને સરખું મિક્સ કરી લો ને તેમાં ખાવાનો સોડા ઉમેરી ને સરખી રીતે હલાવી પુડા નું ખીરું તૈયાર કરો. ખીરું બહુ જાડું પણ નહી કે પાતળું પણ નહી એવું તૈયાર કરવું
- 5
હવે એક તવા ને ગેસ પર ગરમ કરો ગરમ થાય તેલ લગાવો ને ચમચા થી તૈયાર ખીરું મુકો ને ગોળ ગોળ ફેરવી પુડા નો આકાર આપી દો એક બાજુ શેક્યા બાદ પુડા ને બીજી બાજુ ફેરવી લો. ને ઉપર ની બાજુ એ એક ચમચી તેલ લગાવો ને ફેરવી બીજી બાજુ પણ તેલ લગાવી લો
- 6
આ રીતે બીજા પુડા પણ બનાવી લો તો તૈયાર છે પુડા. પુડા ને તમે એક ડીશ માં સર્વ કરો ને કેળા ની સ્લાઈસ થી સજાવી લો. પુડા ને તમે બનાના સેક સાથે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (3)