કેસર ઈલાયચી શ્રીખંડ (Kesar Ilaichi Shrikhand Recipe In Gujarati)

#trend2
શ્રીખંડ એ ગુજરાતી લોકો નો પ્રિય છે આ ગુજરાતી વાનગી છે ગુજરાતી લોકો ને ગળ્યું વધારે ભાવે આમેય
કેસર ઈલાયચી શ્રીખંડ (Kesar Ilaichi Shrikhand Recipe In Gujarati)
#trend2
શ્રીખંડ એ ગુજરાતી લોકો નો પ્રિય છે આ ગુજરાતી વાનગી છે ગુજરાતી લોકો ને ગળ્યું વધારે ભાવે આમેય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોળું દહીં લો શ્રીખંડ બનાવવા માટે ફ્રેશ દહીં જ વાપરો, જૂનુ ખાટુ થઈ ગયેલુ નહિ લેવાનું નહી તો શ્રીખંડ સારો નહી બને હવે એક બીજા બાઉલમાં ગળણી મૂકી દો અને ગળણી પર એક સુતરાઉ કપડુ ગોઠવી દો. ત્યાર પછી તેમાં દહીં નાંખો
- 2
. ત્યાર પછી કપડાની પોટલી ચારે બાજુથીવાળી દો અને પોટલીમાં ટાઈટ ગાંઠ બાંધી દો. પોટલી દબાવો અને તેમાંથી તમને લિક્વિડ ટપકતુ જોવા મળશે. ત્યાર બાદ. એક હૂકની વ્યવસ્થા હોય તો તમે આ પોટલી લટકાવી દો જેથી બધું પાણી નીચે નીકળી જાયને મસ્કો તૈયાર થઇ જાય
- 3
પાણી નીકળી ગયા બાદ જે મસ્કો બન્યો છે તે મસ્કા માં થોડી ખાંડ ને ઈલાયચી પાઉડર ઉમેરો. ખાંડ મસ્કા માં ઓગળી જાય ત્યા સુધી થોડી થોડી વારે ભેળવતાં રહેવુ ત્યાર બાદ બાકી ખાંડ ઉમેરો ને હલાવી લો
- 4
ત્યાર બાદ કેસર લો તેને ગરમ હુફાંળા દૂધ માં ઓગાળી લો ને તૈયાર મસ્કા માં રેડી ને બરાબર મિક્સ કરી લો ને એકદમ સરસ રીતે બધું મિક્સ થઇ જાય એ રીતે ફેટી લો જેથી ગથ્થા ના પડે
- 5
હવે તેને ફ્રિજ માં ૭-૮ કલાક માટે મૂકી દો ને ૮ કલાક બાદ શ્રીખંડ તૈયાર છે તેને ફ્રિજ માં થી બહાર લઇ લો. એક બાઉલ માં શ્રીખંડ સર્વે કરો ને કેસર થી ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (3)