રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પેનમાં થોડુ તેલ લઈ બધા વેજીટેબલ્સ મા મીઠું ને મરી નાખી સ્ટર ફ્રાઈ કરો
- 2
પછી પેન મા ૧ ચમચી બટર લઈ, મેંદો સેકી ને થોડું થોડું દૂધ નાખી ને હલાવતુ જવું, ૨ મીનીટ પછી તેમા મીઠું અને મરી નાખો, વ્હાઈટ સોસ તૈયાર છે
- 3
મે અહી લઝાનીયા સીટ ને પાણી મા તેલ અને મીઠું નાખીને બાફી લીધી છે, જેથી બેક કરવા મા વાર ના લાગે
- 4
ચીઝ ખમણી લેવું, મે અહીં પ્રોસેસ્ડ ચીઝ લીધુ છે
- 5
હવે બેકીંગ ટ્રે લઈ, તેમા નીચે પાસ્તા સોસ લગાવી, લઝાનીયા શીટ મૂકવી
- 6
તેના ઉપર વેજીટેબલ્સ સ્પ્રેડ કરો
- 7
પછી પાસ્તા સોસ અને વ્હાઇટ સોસ નું લેયર કરો
- 8
તેના પર ચીઝ નાખો
- 9
મે આવી રીતે ૩ લેયર કર્યા છે, લાસ્ટ મા ચીઝ ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો
- 10
પ્રીહિટેડ ઓવન માં ૧૮૦ ડીગ્રી પર ૨૦ મીનીટ માટે બેક કરો
- 11
લઝાનીયા રેડી છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13799173






















ટિપ્પણીઓ