બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામસેવૈયા (રોસ્ટેડ)
  2. 100 ગ્રામમેલ્ટેડ બટર
  3. 2ટે.ચમચી મેંદો
  4. 250એમ.એલ. દૂધ
  5. 2ટે.ચમચી ફ્રેશ ક્રીમ
  6. 2ટે.ચમચી ખાંડ
  7. 50 ગ્રામક્રીમ ચીઝ
  8. 50 ગ્રામપ્રોસેસ્ડ ચીઝ
  9. 50 ગ્રામમોઝરેલા ચીઝ
  10. ખાંડ સીરપ માટે :
  11. 250એમ.એલ પાણી
  12. 2ટે. ચમચી ખાંડ
  13. 1/2ટી. ચમચી રોઝ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    100 ગ્રામ બટર માંથી 50 ગ્રામ મેલ્ટેડ બટર લઈને તેને સેવૈયા પર રેડીને હાથથી રગદોળો. અને સેવૈયા ને હલકા હાથે થોડી ક્રશ કરો. (ફોટોમાં દેખાય એટલા માટે મેં તેમાં અનમેલ્ટેડ બટર નાખ્યું છે)

  2. 2

    બાકીના 50 ગ્રામ બટરને એક પેનમાં લો. તેમાં બટર ગરમ થાય એટલે તેમાં મેંદો નાખી અને તેને આછા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં ગરમ દૂધ નાખી અને એક ધારુ હલાવો જેથી ગાંઠા ના પડે. તેમાં ખાંડ અને ફ્રેશ ક્રીમ અને ક્રિમ ચીઝ નાખી ને હલાવો અને ગેસ બંધ કરીને ઠરવા મૂકો. આ ચીઝી વ્હાઇટ સોસ તૈયાર થયો.

  3. 3

    હવે કોઇપણ એલ્યુમિનિયમ નું મોલ્ડ લો. તેમાં નીચે બટર વાળી સેવૈયા પાથરો. તેની ઉપર ચીઝી વ્હાઈટ સોસ પાથરો. તેની ઉપર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ છીણીને નાખો.

  4. 4

    ચીઝ વાળું લેયર રેડી થાય એટલે તેની ઉપર ફરીથી બટર વાળી સેવૈયા પાથરી અને તેને દબાવીને એકસરખું લેવલ કરો. તેને preheated ઓવનમાં 180 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરવા મુકો.

  5. 5

    સેવૈયા બેક થાય ત્યાં સુધી ગેસ પર એક પેન લો તેમાં પાણી અને ખાંડ ઉમેરીને તેને પાંચ મિનિટ સુધી ઉકાળો અને ગેસ બંધ કરી દો. તેમાં રોઝ એસેન્સ નાખો. આ ખાંડ સીરપ રેડી થયું.

  6. 6

    સેવૈયા બેક થાય એટલે ગરમ સેવૈયા પર ગરમ ખાંડ સીરપ રેડવું. જ્યાં સુધી સેવૈયા ભીની ના લાગે ત્યાં સુધી રેડી. અને તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દેવું. પછી તેને ડી મોલ્ડ કરવું.

  7. 7

    તો ગરમાગરમ બેક્ડ સેવૈયા તૈયાર છે. તેને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી શકાય. ફરીથી ગરમ કરવા માટે તેને 1 મીનીટ માટે માઇક્રોવેવ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ (21)

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
ચિઝ કિમ કેવી રીતે બનાવવું

Similar Recipes