ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટ અને રવા ને ચાળી લેવો પછી એક બાઉલમાં ચણાનો લોટ લેવો તેમાં રવો,સ્વાદ મુજબ મીઠું,ખાંડ,લીંબુનો રસ, તેલ,હળદર જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરવું.
- 2
હવે બીજી બાજુ ગેસ પર કડાઈમાં પાણી નાખી ગરમ કરવા મૂકી દેવું પાણી ઉકઠે એટલે એક કુકર ના ખાનામાં ફરતી તેલ લગાવી દેવું પછી તૈયાર કરેલા બેટર માં એક પાઉચ ઈનો નાખી તેમાં એક ચમચી પાણી ઉમેરી તરત હલાવી બેટર કુકર ના ખાનામાં નાખી કડાઈમાં મુકી ઠાકી દેવું 10 મિનીટ પછી ગેસ બંધ કરી દેવો
- 3
ગેસ ઓન કરી લોયા માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય તેમાં રાઈ,મરચાં,મીઠા લીમડાના પાન નાખી તેમાં, ખાંડ આને થોડું પાણી ઉમેરી ઉકાળવા દેવું ગેસ બંધ કરી દેવો
- 4
હવે ખમણમાં કાપા પાડી દેવા.
- 5
તૈયાર કરેલા વઘાર ઉપર રેડી દેવું. પછી કોથમીર ભભરાવી દેવી.
- 6
તૈયાર છે સોફ્ટ ખમણ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801004















ટિપ્પણીઓ (9)