લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)

લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડધો કપ ચોખા,અડધો કપ અડદની દાળ, ચણાની દાળ,મગની છડી દાળ ને ૩ થી ૪ વાર પાણી થી ધોઈ બરાબર સાફ કરી લો.પછી તેને ૩-૪ કલાક પાણી નાખી ને પલાડી રાખો.
- 2
હવે તેમાં થી બધું પાણી કાઢી મિક્સર ગ્રાઈનડર માં એડ કરી તેમાં હડદર,નમક આદું મરચાં ની પેસ્ટ,દહીં નાખી ને ક્રશ કરી લો.૧/૪ કપ જેટલું જ પાણી એડ કરવું હવે એકદમ સરસ એવું બેટર રેડી થશે.
- 3
હવે આ બેટર માં થી ૧ કપ જેટલું બેટર લો તેમાં ૧/૪ ટી ચમચી જેટલો ઇનો એડ કરો અને થોડુ તેલ એડ કરો.હવે એકદમ બરાબર મિક્સ કરો.એટલે ફલફી એવું બેટર બનશે.. હવે ઢોકડીયા માં પાણી ગરમ કરવા મૂકો.થાળી ને તેલ થી ગ્રીસ કરી લો.તેમા આ તૈયાર થયેલ બેટર એડ કરો.તેને ૫ થી ૭ મીનીટ ઢોકડીયા માં સ્ટીમ થવા મૂકી દો.ત્યારબાદ ચપ્પુ વડે ચેક કરો.બેટર ચપ્પુ માં ચોંટે નહીં એટલે આપણા ઢોકળા તૈયાર.
- 4
તો તૈયાર છે લાઈવ સ્ટીમ ઢોકળા.તેને લસણ ની ચટણી અને સીંગતેલ સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)