ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચારેલો રવો લો.ત્યાર બાદ તેમાં ખાટી છાશ અને પાણી ઉમેરી ૨૦ મિનિટ રવો પલળવા દો. ડુંગળી, ટામેટા, મરચાં સમારી લો. ત્યાર બાદ રવા ના મિશ્રણ માં સાજી ના ફૂલ અને મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો.
- 2
ત્યાર બાદ નોનસ્ટિક તવા ને ગેસ પર ગરમ થવા દો. પછી તેના પર તૈયાર કરેલ ખીરું પાથરી ગોળ આકાર આપો.અને સમારેલા ડુંગળી, ટામેટા, મરચાં, ચાટ મસાલો, મરી પાઉડર અને મરચું પાઉડર ઉમેરો.ત્યાર બાદ ફરતે ઘી લગાવો અને સેકાવા દો. ત્યાર બાદ તેને બીજી બાજુ સેકો.
- 3
સેકાઈ ગયા બાદ ઉત્તપમ ને સર્વિંગ પ્લેટ માં સર્વ કરો.અને તેને ટોમેટો સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.તો તૈયાર છે રવા ઉત્તપમ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825479




ટિપ્પણીઓ