મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હૂંફાળું દુધ લો તેમા બે ચમચી ઘી ઉમેરો. લોટમાં વચ્ચે હાથ રાખીને નાખતા જાવ ને હલાવતા જાવ આ રીતે ધાબો દઇ ને લોટ દબાવી ને દરેક મીનીટ રાખી દો. પછી ચારણી થી ચાળીલો.
- 2
કઢાઇમા બસો ગ્રામ જેટલું ઘી ગરમ કરો.તેમા લોટ ઉમેરો ને મીડીયમ ફલેમ ઉપર લોટ ને શેકો. થોડો સેકાઇ જાય પછી ફરી ઘી ઉમેરો ને ગુલાબી થાય ત્યા સુધી લોટને શેકી લો.
- 3
બીજા પેનમાં ખાંડ લઇ તેમાં ખાંડ ડુબે એટલું પાણી ઉમેરો. ને દોઢ તાર ની ચાસણી તૈયાર કરો. ચપટી ખાવાનો ઓરેંજ કલર ઓડર કરવો.
- 4
હવે ચાસણી મા શેકેલો લોટ ઉમેરી દો. બરાબર મીક્ષ કરી લેવું. ચોકીમાં ઘી લગાવી તૈયાર રાખવી. મીક્ષ થઇ જાય એટલે તેમા ઇલાયચી પાઉડર નાખવો. ડ્રાઇફુટ ના ટુકડા, ઉમેરી. ચોકીમાં પાથરી દેવું. ઉપર થી બદામ ની કતરણ, ચારોળી થી ગારનીશિંગ કરવું. સેજ ઠરે પછી કાપા પાડી લેવા.
- 5
બે કલાક પછી મોહનથાળ એક દમ ઠંડો થઈ જાય એટલે પીસ કાઢી ને સવ કરવો.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)