રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સમારીને પાણીથી ધોઈ લો પછી ટમાટરને ખમણી વડે ખમણી લો લસણ ડુંગળીની પેસ્ટ બનાવી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો અને તેમાં પનીર ને સાંતળી લો સતળાઈ ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી લો
- 3
પછી તેમાં લસણ ડુંગળીની પેસ્ટ એડ કરી સાતળો પછી તેમાં ટમાટર ક્યુરી એડ કરો અને થોડીવાર સાંતળી હવે તેમાં સમારેલી પાલક એડ કરી મરચું પાઉડર, હળદર,મીઠું એડ કરી ચડવા દો
- 4
ચડી ગયા પછી તેમાં પનીર એડ કરી મિક્સ કરી લો અને ૫ મિનિટ ગેસ પર રાખો
- 5
હવે કડાઈને ગેસ ઉપરથી નીચે ઉતારીને એક સર્વિગ પ્લેટમાં કાઢી લો અને ઉપર થોડું પનીર ખમણી પછી તેને સર્વ કરો તો તૈયાર છે પાલક પનીર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853779










ટિપ્પણીઓ (7)