મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#week4
#post4
#baked
#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati )
આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા.

મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)

#GA4
#week4
#post4
#baked
#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati )
આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. 🌐લઝાનિયા ની રોટી ના ઘટકો :---
  2. & ૧/૨ કપ મેંદો (આ માપથી 4 નંગ રોટી બનશે)
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તેલ જરૂર મુજબ મોણ માટે
  5. પાણી જરૂર મુજબ
  6. 🌐મેરીનારા સોસ ના ઘટકો :--
  7. ૩ ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ (ફિગારો ઓલિવ ઓઈલ)
  8. ૧ નંગડુંગળી જીની સમારેલી
  9. ૨ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  10. ૧ નંગટામેટું જીણું સમારેલું
  11. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  12. ૧/૨ ટી સ્પૂનચિલી ફ્લેક્સ
  13. ૧/૨ ટી સ્પૂનઓરેગાનો
  14. ૧/૨ ટી સ્પૂનમીઠું
  15. ૨ ટેબલ સ્પૂનટોમેટો સોસ
  16. 🌐વ્હાઇટ સોસ ના ઘટકો :--
  17. ૨ ટેબલ સ્પૂનબટર
  18. ૨ ટેબલ સ્પૂનમેંદો
  19. ૨ કપદૂધ (ગરમ કરી ને ઠંડુ કરેલું)
  20. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  21. ૧/૨ટી ઓરેગાનો
  22. ૧/૨ ટી સ્પૂનચિલી ફ્લેક્સ ૧/૨ ટી ચમચી મીઠું
  23. 🌐લઝાનીયાં ના પૂરણ માટે ના ઘટકો :--
  24. ૩ ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ
  25. ૫-૭ લસણ ની કળી જીની સમારેલી
  26. ૨ નંગડુંગળી જીની સમારેલી
  27. ૧ નંગગાજર ઝીણું સમારેલું
  28. ૨ નંગબટાકા જીના સમારેલા ટુકડા
  29. ૧/૨ કપમકાઈ ના દાણા બાફેલા
  30. ૧/૪ કપફ્રેન્ચ બિન્સ
  31. મીઠું સ્વાદ મુજબ
  32. ૧ ટી સ્પૂનઓરેગાનો
  33. ૧ ટી સ્પૂનચિલી ફ્લેક્સ
  34. ૧ ટી સ્પૂનકાળા મરી પાઉડર
  35. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  36. મોઝરેલા ચીઝ જરૂર મુજબ
  37. ગાર્નિશ ના ઘટકો :- કાકડી, લીલા મરચા ને ટામેટા નો ફ્લાવર બનાવી ને

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદા નો લોટ ઉમેરી તેમાં મીઠું અને તેલ ઉમેરી બધું મિક્સ કરી લો. હવે એમાં થોડુ થોડુ પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો. હવે આ લોટ ને ઢાંકી ને 20 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    ત્યાર બાદ મેંદા ના લોટ ને 20 મિનિટ રેસ્ટ આપ્યા બાદ આ લોટ ના ચાર સરખા ભાગ કરી લો. હવે એક પાટલી પર કોરો મેંદા નો લોટ છાંટી તેની પર એકદમ પાતળી રોટલી વણી લો. (તમે જે પેન મા લઝનીયા બનાવાના છો એની માપ ની જ રોટલી વણી લેવી) હવે આ રોટલી ને એક ગરમ તવી પર અધકચરી શેકી લો.

  3. 3

    હવે મેરિનારા સોસ બનાવીશું. એની માટે એક પેન માં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં જીની સમારેલી ડુંગળી, લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો. તે પછી આમાં જીણું સમારેલું ટામેટું ઉમેરી ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે આમાં મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને ટોમેટો સોસ ઉમેરી કૂક કરી લો. હવે આ સોસ ને ઠંડુ કરવા મૂકી દો. ઠંડું થઈ ગયા પછી એક મિક્સર જાર માં કાઢી બરાબર પીસી લો.

  4. 4

    હવે વ્હાઇટ સોસ બનાવીશું. એની માટે એક પેન માં બટર ઉમેરી તેમાં મેંદો ઉમેરી બરાબર શેકી લો. હવે મેંદો શેકાઈ જાય એટલે એમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી હલાવી લો. આ દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં મરી પાઉડર, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી થોડી વાર કૂક કરી ઠંડુ કરવા મૂકી દો.

  5. 5

    હવે લઝાનિયાં નું પૂરણ બનાવીશું. એની માટે એક પેન માં ઓલિવ ઓઇલ ઉમેરી તેમાં જીણું સમારેલું લસણ ઉમેરી થોડું સાંતળી લો. હવે એમાં જીની સમારેલી ડુંગળી, જીણું સમારેલું ગાજર, જીના સમારેલા બટાકા ના નાના ટુકડા, બાફેલા મકાઈના દાણા અને ફ્રેન્ચ બીન્સ ઉમેરી બધું મિક્સ કરી લો.

  6. 6

    હવે આમાં સ્વાદ મુજબ મીઠું, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, મરી પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે આમાં જીની સમારેલી લીલી કોથમીર ઉમેરી મિકસ કરી લો. ને આ મિશ્રણ ને ઠંડુ કરવા મૂકી દો.

  7. 7

    હવે એક પેન મા સૌ પ્રથમ મેરીનારાં સોસ પાથરી ઉપર બનાવેલી મેંદા ની રોટલી મૂકી તેના પર વ્હાઇટ સોસ લગાવી ઉપર સબ્જી નું લેયર પાથરી ઉપર મોઝારેલા ચીઝ પાથરી ફરીથી બીજી મેંદા ની રોટલી મૂકી ઉપર મેરીનાર સોસ ને વ્હાઇટ સોસ લગાવી સબ્જી નું લેયર પાથરી ઉપર મોઝરેલ ચીઝ પાથરી ત્રીજી મેંદા ની રોટલી મૂકી આ રીતે લેયર કરી અને ચોથી રોટલી પાથરી ઉપર મોઝારેલ ચીઝ વધારે લગાવી તેની પર ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો નો છંટકાવ કરી ગેસ ની સ્લો ફ્લેમ પર 20 થી 25 મિનિટ માટે કૂક કરી લો.

  8. 8

    હવે આપણા મેક્સિકન લઝનિયા તૈયાર છે સર્વ કરવા માટે. તેને તમારી ઈચ્છા મુજબ ગાર્નિશ કરો. મેં અહી ટામેટા નો ફ્લાવર, કાકડી ને લીલા મરચાં થી ગાર્નિશ કર્યું છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes