મગ સ્પ્રાઉટ્સ અને બટાકા ચિપ્સ ચાટ (Sprout Moong & Potato Chips Chaat Recipe In Gujarati)
મગ સ્પ્રાઉટ્સ અને બટાકા ચિપ્સ ચાટ (Sprout Moong & Potato Chips Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં મગ લઈ 12 કલાક પાણીમાં પલાળી રાખો પલળી ગયા બાદ તેને ચારણી માં પાણી નિતારીને એર ટાઈટ ડબ્બામાં ભરી સવાર સુધી રાખી દો બીજા દિવસે જોશો તો સરસ ફણગાવેલા મગ તૈયાર થઈ ગયા હશે પછી તેને ફ્રીજમાં રાખી દો
- 2
હવે એક વાટકો મગ લઈ તેને એક બાઉલમાં પાણી નાખીને બાફી લો બફાઈ ગયા બાદ તેને એક ચારણીમાં નીતારી લો
- 3
ત્યારબાદ એક બાઉલમા એક વાટકો મગ લઈ તેમાં ડુંગળી, મરચું પાઉડર, નમક, ચાટ મસાલો, મરી પાઉડર એડ કરીને મિક્સ કરી કરી લો અને તેને સાઈડ પર રાખી દો
- 4
હવે બીજા બાઉલમાં ફેટેલુ દહીં લઈ તેમાં ગ્રીન ચટણી, લાલ ચટણી,થોડું નમક અને ખાંડ એડ કરીને મિક્સ કરેલો હવે એ પણ સાઇટ પર રાખી દો
- 5
હવે એક બટેટુ લો તેને છરી વડે ચિપ્સ કરી લો અને દાડમના દાણા કાઢી લો
- 6
હવે એક લોયા માં તેલ મૂકીને ચિપ્સ ને તળી લો તળાઈ ગયા બાદ તેને એક ડિશમાં કાઢી લો હવે તેની પણ સાઇટ પર રાખી દો
- 7
હવે બે કાચના ગ્લાસ લો તેના સૌપ્રથમ મગ એડ કરો પછી તેમાં દહીંનું મિશ્રણ એડ કરો અને ઉપર ફિંગર ચિપ્સ,સેવ, દાડમ, એડ કરો
- 8
ત્યારબાદ ધાણાભાજી થી ગાર્નીશ કરી એક પ્લેટમાં ગ્લાસ રાખીને સર્વ કરો તૈયાર છે મગ સ્પ્રાઉટ્સ અને બટાકા ચિપ્સ ચાટ.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (10)