સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં દહીં મીઠું હળદર નાખીને જરૂર પ્રમાણે પાણી ઉમેરી બેટર બનાવો અને તેને 1/2 કલાક માટે રેસ્ટ આપો.
- 2
1/2કલાક પછી બેટર માં ઈનો નાખી ઉપર એક લીંબુ નો રસ નાખી એક જ દિશા માં એકદમ હલાવવું જેથી બેટર એકદમ ફ્લફી બનશે.
- 3
હવે એક કેક મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી બેટર તેમાં ટ્રાન્સફર કરી 20 મિનિટ માટે વરાળ થી બાફી લેવા અને ખમણ ને એકદમ ઠંડા કરી લેવા.
- 4
ઠંડા થઇ ગયા પછી ને ખમણી થી ખમણી લેવા. હવે એક પેન માં બે ચમચી તેલ ગરમ કરી રાઈ ઉમેરી તેમાં લીલા મરચા નાખવા અને 1/2 કપ પાણી ઉમેરવું હવે તેમાં ચપટી મીઠું અને બે ચમચી ખાંડ ઉમેરી પાણી થોડું ઉકળે એટલે તેમાં ખમણ નો ભુક્કો એડ કરવો. બરાબર હલાવી તેમાં કોથમીર અને કિશમિશ એડ કરવી.
- 5
મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી તેમાં દાડમ ના દાણા અને સેવ મિક્ષ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873378













ટિપ્પણીઓ