ઊંધિયું (ફરાળી ડીશ) (Farali Dish Recipe In Gujarati)

#trend4 ફરાળી ઊંધિયું
ઊંધિયું (ફરાળી ડીશ) (Farali Dish Recipe In Gujarati)
#trend4 ફરાળી ઊંધિયું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી,ગાજર,બટાકા,કેળું અને સૂરણ આ બધા શાકભાજીને ધોઈ અને વરાળે બાફી લેવા....
- 2
ત્યારબાદ વરાળે શાક બફાતુ હોય ત્યારબાદ આપણે રાજગરાના લોટની ગોટી બનાવી લેશું એક બાઉલમાં રાજગરાનો લોટ,ઝીણી સમારેલી કોથમીર, ઝીણું સમારેલું લીલું મરચાં અને આદુનું છીણ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું ખાંડ,તેલ અને લાલ મરચું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લેવો..... પછી તેની નાની ગોટી ઓ વાળી લેવી....
- 3
હવે આપણે ગોટી તળવા માટે ગેસ ઓન કરી કડાઈ મૂકવી તેમાં જરૂર મુજબ તેલ ઉમેરવું તેલ ગરમ થાય પછી તેમાં મીડીયમ આચ રાખી બધી ગોટી તળી લેવી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળવી
- 4
ત્યારબાદ શાકભાજી બફાઈ ગયા પછી મિડિયમ સાઈઝના શાકભાજી ના ટુકડા કરી લેવા આને ટામેટા,લીલા મરચાના ટુકડા કરી લેવા
- 5
ગેસ ઓન કરી કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું પેલી ગરમ થઇ ગયા બાદ જીરું નાખી ગુલાબી રંગનો થાય પછી તેમાં ટામેટાં અને લીલા મરચા મેં સાંતળવા તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરુ પાઉડર લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવો અને જરૂર મુજબ પાણી નાખી તેમાં ઝીણું સમારેલું શાકભાજી ને એડ કરી લેવું.
- 6
હવે શાકભાજી ને એડ કરી તેમાં માથે ગોટી રાખી જરૂર મુજબ પાણી ઉમેરી પાંચ થી સાત મિનિટ સુધી પાકવા દેવું. તૈયાર થઈ ગયેલા શાકભાજી ઉપર ઝીણી સમારેલી ધાણાભાજી ભભરાવી દેવી.....
- 7
પરાઠા નો લોટ બાંધવા માટે એક બાઉલમાં રાજગરાનો લોટ મરી પાઉડર સ્વાદ અનુસાર મીઠું અને તેલ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો.... આ લોટને પાંચ મિનિટ પછી તેના મીડિયમ સાઇઝના લૂઆ વાળી ગોળ રોટલી જેવો લેવું.. હવે ગેસ ઓન કરી લોઢી મૂકી. તેમાં પરોઠાને બંને સાઇડ તેલ લગાવી શેકી લેવું... તૈયાર થઈ ગયેલા પરોઠાને હવે આપણે......
- 8
- 9
સર્વિંગ પ્લેટમાં ફરાળી ઊંધિયું,પરોઠા, દહીં અને ફરાળી ફરફર સાથે સર્વ કરશું.
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (8)