ગુલાબજાંબુ(Gulabjambu recipe in Gujarati)

ગુલાબજાંબુ(Gulabjambu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ બધા ના મો માં પાણી આવી જાય છે. તહેવારો નાં આં દિવસો મા ફરાળ મા પણ સ્વીટ ની મજા માણી શકાય તેવા ગુલાબજાંબુ બનાવવા મટે સૌ પ્રથમ ઉપર મુજબ ની બધી સામગ્રી તૈયાર કરો.
- 2
હવે સૌ પ્રથમ ફરાળી લોટ લો જે કોઈ પણ કરિયાણા ની દુકાન મા આસાની થી મળી રહેશે. ત્યાર બાદ તેમાં 1 બાઉલ મિલ્ક પાઉડર ઉમેરો. હવે તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાઓ અને એકદમ સરખી રીતે જાંબુ વળી શકે તેવો લોટ બાંધો.
- 3
હવે બન્ને હાથ મા સહેજ ઘી લગાવી ગોળ જાંબુ બનાવો.
- 4
હવે આં તૈયાર થયેલા જાંબુ ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એકદમ બરોબર રીતે તળો.
- 5
ત્યાર બાદ ચાસણી બનાવવા માટે એક કડાઈ મા પાણી ને ઉકાળો અને તેમાં ખાંડ ઉમેરો અને તેને હલાવતા રહો. તેમાં પસંદ મુજબ કેસર ઉમેરી શકો છો.
- 6
હવે તળેલા જાંબુ ને આં ચાસણી મા 4-5 કલાક માટે રહેવા દો. તૈયાર છે તહેવાર મા પણ માણી શકાય તેવા સોફ્ટ અને સ્વીટ ફરાળી ગુલાબજાંબુ. ઉપર થી પિસ્તા નાં ટુકડા વડે ગાર્નિશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (3)