ચોળાફળી (Cholafali Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#કૂકબુક
પોસ્ટ-૧

ચોળાફળી જોતા જ જાણે બાળપણ યાદ આવે. એમાંય જો સંયુક્ત કુટુંબમાં જોડે ઉછરેલા હોય તો બાળપણની યાદો અદભૂત હોય.. ઉતરાયણ હોય એટલે સાંજે અચૂક ચોળાફળી મંગાવવાની. જોડે રાયપુરના ભજીયા..

નાગરની ચોળાફળી ઘણી વખણાય.. લાલ મરચું નાખેલું ઉડીને આંખે વળગે.મોટી થેલીમાં ભરી,ને છાપાના કાગળમાં બાંધેલી.. ને આમાં છાપાના કાગળમાથી બહાર જણે ડોકાતી હોય એમ લાગે😜.વજનમાં હલકી ને દેખાય ઘણી😀

છાપુ પાથરીને બે જણ વચ્ચે એક વાટકો ચટણી.આમ પીરસાતી. ને ચટણી માટે પડાપડી થાય. સીસકારા બોલાવતા બોલાવતા થોડી તારીમારી કરી ચિડવતાં .. લાલ લાલ જીભ થઈ જાય. ખાઈને પાણી પાણી ની બૂમો પડે..તોય લોભ ના ઓછો થાય..બચેલા ચોળાફળીના ભૂકાનેય ચટણીમાં નાખી નાખી ને સફાચટ બોલાવતાં..

આવા અમે સાત બાળકો. ઉંમર માં માંડ બે ચાર વરસનો ફરક.. ને સંબોધન કાકા ને ફોઈ😜
વરસો થયા હજી અમદાવાદ જઇએ ત્યારે આમ જ.. હવે તો અમારાં બાળકોયે ચટણીનાં સીસકારા બોલાવતાં થઈ ગયા છે.

ચોળાફળી આ વાનગીમાં લોટ બાંધવાની વિશેષતા છે. ઘણા અડદ ચણા નો, ઘણાં ચોળા અડદ ચણાનો આમ અલગ મિક્ષણ કરી લોટ તૈયાર કરે છે. બહુ જ આોછી માત્રામાં તેલ કે નહિવત જેવુ તેલ પડે છે ને કઠણ લોટ બરાબર ટીપી ટીપીને તૈયાર થાય છે. કસરત માંગે તેવું કામ છે.લોટ પર ચોળાફળી ફુલવાનો આધાર છે.કડક છતાં પોચી .. આમ તો નાજુક તરત બટકાઈ જાય...

આ ચોળાફળીને વણીને ફ્રીજમાં લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો.

આની ચટણી પ્રત્યે ઘણું આકર્ષણ તીખી તીખી ખાટી ચડિયાતો ફુદીનેા , મરચાં ને આદુ થી ભરપૂર. એક સુગંધ.. ખાતાં ખાતાં તો જીભ બળે એવી😃
ચોળાફળીને ચટણી ભેગા થાય એટલે ઘમઘમાટ ને તમતમાટ.

हर फूड कुछ कहता है!💕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચણાનો જીણો લોટ
  2. ૧૫૦ ગ્રામ અડદનો લોટ
  3. ૧ ચમચીતેલ (ટેબલ સ્પુન)
  4. ૧ ચપટીસોડા
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૯૦ મીલી ગરમ પાણી
  7. ૧ વાડકીચોખાનો લોટ (અટામણ)
  8. ૧ ચમચીસંચળ
  9. ૧ ચમચીલાલ મરચું
  10. જરૂર મુજબ તેલ (તળવા)
  11. ચટણી
  12. ૨-૩ ચમચી આદુ મરચાં ફુદીના ધાણાની પેસ્ટ
  13. ૨ નાની ચમચીતેલ
  14. ચપટીહીંગ
  15. ૧/૨ ચમચીસંચળ
  16. સ્વાદાનુસાર મીઠું
  17. ૧/૨ વાડકીચણાનો લોટ
  18. ૧ વાડકીછાશ / દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંન્ને લોટ ચાળીને ભેગા કરો. અને ચપટી સોડાનાખો.ગરમ પાણી કરો(હુફાળાથી વધુ)તેમાં તેલ, મીઠુ નાખો.

  2. 2

    પાણી થોડુ થોડું લઇને લોટ બંધવો. પાણીનું પ્રમાણ લોટ પર આધાર રાખે છે.હવે એક કપડાં માં લોટ લઈ પરાળ કે દસ્તા વડે ટીપો.અથવા પછાડી ને બરાબર ૩-૪ મિનિટ ટીપો. (બરાબર લોટ ટીપવો જરૂરી છે)પરોઠા કરતાં થોડો કઠણ લોટ બાંધો.

  3. 3

    બરાબર ટીપ્યા બાદ. લોટ હાથમાં લઈ જરાક બચેલા પાણી વાળો હાથ કરી ખેંચી ખેંચી નરમ કરો.હવે નાના લુઆ લઇ રોટલી જેમ વણો. ચોખાના અટામણનો ઉપયોગ કરો. પાતળી રોટલી જેવી વણો.

  4. 4

    બધી જ રોટલીને એક પર એક મુકી ઢાંકી ૩૦ મિનિટ મુકી રાખો. હવે મધ્યમ ગેસ પર કાપા પાડી બંન્ને બાજુ તળી લો. લાલ થવી ન જોઇએ.ઉપર લાલ મરચું અને સંચળ પાઉડર ભભરાવો.

  5. 5

    ચટણી માટે ૩-૪ ચમચી ચણાનો લોટ, છાશ પાણી બરાબર ભેગું કરાો. ૧ ચમચી તપેલીમાં તેલ ગરમ કરી હીંગ નાખો. આ છાશવાળું ખીરૂ નાખો.

  6. 6

    હવે ફુદીના આદુ મરચા, ધાણાની પેસ્ટ કરી નાખો. ફુદીનો અને લીલા મરચાં ચડિયાતા લેવા. સંચળ અને મીઠું નાખો.આ ચટણી થોડી પાતળી તીખી ને ખાટી હોય છે.ખદખદે એટલે ગેસ બંધ કરો.

  7. 7

    ચટણીમાં બરફ નાખી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Similar Recipes